અડધો પ્રેમ ભાગ - ૫
અડધો પ્રેમ ભાગ - ૫


સમય વીતતો ગયો અને બંનેનો પ્રેમ એટલો બધો ગાઢ બનતો ગયો કે બંને એવું માણવા લાગ્યા કે જિંદગીમાં એકબીજા વગર હવે રહેવાશે નહીં...
બંનેએ લગભગ એક વર્ષ વિતાવી દીધું અને વિવાનને કોલેજ પૂરી થઈ અને એ સમયમાં વિવાને ફટાણાં ઘરે વાત કરી કે જાન્વી નામની એક છોકરી સાથે તેને પ્રેમ છે અને તેના સાથે લગ્ન પણ કરવા ઈચ્છે છે... વિવાનના ઘરે તો તરત જ હા કહ્યું અને એ ખુશી ખબર આપવા જાન્વીના મેસેજની રાહ જોતો હતો...
મેસેજ તો આવ્યો પણ ૨ અઠવાડીયા પછી અને વિવાને કહ્યું કે મારા ઘરેથી હા કહ્યું છે આપણાં લગ્ન માટે અને એ સાંભળી જાન્વીની ખુશીની હદ ના રહી અને એટલી ખુશ થઈ ગઈ કે તરત જ પોતાના મમ્મીને પણ તેના પ્રેમની વાત કરી...
પણ કુદરતને કઈક અલગ જ મંજૂર હતું તેથી જાન્વીના મમ્મી એ વાત માટે માન્યા નહીં અને બંનેની ખુશીના કટકે કટકા થઈ ગયા જાણે અચાનક વાવાજોડું આવ્યું અને ઘર સંસાર, વૃક્ષ અને ડાળી એ ડાળી પર રહેલા પક્ષીઓના માળા વેર વિખેર થયા હોય એવી હાલત થઈ ગઈ...
આ હાલતમાં હવે તો બંનેની એક - બે અઠવાડિયે થતી વાતો પણ બંધ થઈ કારણ કે જાન્વીના મમ્મી હવે દેખરેખ રાખવા લાગ્યા અને બંને પ્રેમી પંખીડા એક એક સેકન્ડની ગણતરી કરીને એકબીજાને યાદ કરતાં અને યાદોમાં જીવવા લાગ્યા...
આમને આમ એકબીજાના વિયોગમાં ૬ મહિના વીતી ગયા...
પ્રેમ વિયોગ
યાદોમાં તારી હું જીવ્યો અનેક પળ
ક્યાં વીતી કોને ખબર નાનકડી એ ક્ષણ
આંસુ તો આવતા પણ લૂછનાર તું નહીં
વાત કરવી હતી પણ કોઈ ક્યાં અહી
લાગતું એવું કે ઈશ્વર પાસે માગું તને
જાગતો હું કે શું થયું આ પ્રેમમાં મને
નામ મુખ પર હમેશા તારું
ભૂલ્યો હું તો કે છે કોઈ મારુ
સામાની સાથે ચાલ્યો કે મળીશ ફરી
દિલમાં મારા તારો પ્રેમ રાખ્યો છે ભરી
આભાર
આમ સમય વીતતો ગયો અને જ્યારે વિવાન આગળ ભણવા બહારગામ ગયો અને ત્યાં નવા મિત્રો બન્યા અને નવું શહેર મળ્યું...
આમ તો લાગ્યું કે હવે ભૂલવા લાગ્યો...
એ ભણતરમાં નાનકડુ વેકેશન પડ્યું અને ૧૦ દિવસની રજાઓમાં વિવાન અને તેના પરિવારના લોકો ફરવા ગયા...
વિવાન હજી યાદોમાં ખોવાયેલો રહેતો... પણ ટ્રેનમાં જતાં હતા અને વિવાન સાથે આસપાસ બેસેલા મિત્રો બની ગયા અને સાથે સાથે પત્તાની રમત રમતા હતા... ત્યાં જ બાજુની સીટ પરથી એક છોકરી આવી અને કહ્યું કે મારે પણ રમવું છે અને ઓળખાણ થઈ કે એ લોકો પણ ત્યાં જ ફરવા જાય છે જ્યાં વિવાનનું પરિવાર જતું હતું. કારણ કે બૂકિંગ એક જ એજન્ટ પાસે કરાવેલું... એ છોકરી જે રમવા આવી તેનું નામ હતું રીના...
રીના આમ તો ખુલ્લા મિજાજવાળી અને ઉત્સાહી તેથી પહેલા તો રમતમાં એટલી મજા આવી બધાને કે ખ્યાલ જ ના રહ્યો કે સાંજ પડી ગઈ અને મુસાફરી ૨ દિવસની...
હવે રમત પૂરી કરી દરેક જણ પોતાની સીટ પર જઈને સુવાની તૈયારી કરવા લાગ્યા પણ વિવાને જોયું કે રીના કંઈક વાંચી રહી છે તેથી વિવાને પૂછ્યું કે શું વાંચે છે મુસાફરીના સમયે...
એટલે રીના એ જવાબ આપતા કહ્યું ખાસ નહીં પણ એક પરિવારની વાર્તા છે એ વાંચુ છું અને એમ કહી વિવાનને આપી એ વાર્તા અને કહ્યું કે વાંચી જુઓ મજા આવશે..
ક્રમશઃ