Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

#DSK #DSK

Romance Others

3  

#DSK #DSK

Romance Others

અભિનંદન:એક પ્રેમકહાની-9

અભિનંદન:એક પ્રેમકહાની-9

7 mins
655


આખી ઘટનાને અભિનંદન વિચારવા લાગ્યો. તેને વિચારતા વિચારતા ખ્યાલ આવ્યો કે મોહિત, નીરજ, કેશા, બરખા નંદિની બધાએ નક્કી કર્યું. ત્યારે જ નંદિની એ પૂછ્યું 'તમે લોકો ક્યાં જવાના છો ? પછી તે ઋષિતના ગ્રુપમાં ગઈ અને પછી થોડીવાર પછી કોઈ એક મેમ્બર આવ્યું અને કહેવા લાગ્યું અમે લોકો પણ વોટરપાર્ક જવાના છીએ. અભિનંદન થયું નંદિનીને ખબર છે આ બંને ગ્રુપને સાંભળવા પૂરતા પણ સંબંધો નથી તો પછી તેને જાતે આવું શા માટે કર્યું ? તે ઇચ્છે તો ઋષિતને ના પાડી શકે કેમકે ઋષિત તેનો બેસ્ટ ફ્રેન્ડ છે અને ઋષિત નંદિનીનું ના માને એવું શક્ય નથી.


બીજા દિવસની સવાર થઈ. સૂર્યના સોનેરી કિરણો પથરાયા. મિતવાને મળવા માટે એ ફટાફટ તૈયાર થઇ ગયો દસ વાગ્યા ત્યાં મિતવાના ઘરે પહોંચી ગયો મિતવા પણ તૈયાર જ થાય છે અભિનંદન પહોંચ્યો ત્યારે તેને ઘરે ધારમી અને ધર્મ પહોંચી ગયેલા છે.

અભિનંદનને અંદરથી થોડું અણગમો થયો પણ તેણે બહાર દેખાવા ન દીધો એ થોડી વાર બેઠા અને પછી બોલ્યો 'તમે લોકો આવો હું જાવ છું મને નથી ખબર કે ધર્મ અને ધાર્મિ તને લેવા માટે આવે છે મને થયું હું તને આજ લેતો જાવ નંદની ઋષિત જોડે આવવાની છે.'

ધર્મ બોલ્યો, 'તું આવ્યો જ છો તો મિતવાને લેતો જા અને રસ્તામાં મારે કામ છે તો એ કામ પતાવીને અમે આવીશું.'

અભિનંદન બોલ્યો, 'ઓકે નો પ્રોબ્લેમ મિતવા તું તૈયાર થઈ જા હું તને લેતો જઈશ.'

મિતવા તૈયાર થઇ ગઇ ધર્મ અને ધાર્મિ જતા રહ્યા ધાર્મિ બોલી 'આપણે શું કામ છે ?'

ધર્મ બોલ્યો, 'આપણે રસ્તામાં કશું કામ નથી આતો અભિનંદન મિતવાને પીકઅપ કરવા માટે આવ્યો. એટલે તેને એકલા ન જવું પડે એટલે મિતવાને અભિનંદન જોડે આવવા કહ્યું.

ધાર્મિ બોલી. 'તો માસ્ટર પ્લાનર છો.'

અભિનંદનએ ગાડી બગીચા તરફ વાળી, મિતવા બોલી કે 'બગીચામાં શું છે ?'

અભિનંદન બોલ્યો, 'બગીચામાં તો જઈએ છીએ.'

મિતવા બોલી, 'કેમ ?'

અભિનંદન: 'મારી ઈચ્છા છે કે તું ને હું બગીચામાં જઈને આપણે બેસીએ.'


અભિનંદન અને મિતવા બગીચામાં બેઠા અભિનંદન કશું ન બોલ્યો. મિતવા પણ કશું ના બોલી. બન્ને શાંત રહ્યા પછી

અભિનંદન બોલ્યો, 'મિતવા'

મિતવા એ કહ્યું, 'શું છે ?'

અભિનંદન કહ્યું, 'મિતવા કાલે જે થયું એના માટે સોરી, આઈ એમ રીયલ સોરી. મને એવું લાગે છે કે કાલે જે થયું તેની જવાબદાર નંદિની છે તેણે એવું ન કરવું જોઈએ મતલબ તેને ખબર છે કે આ બે ગ્રૂપ વચ્ચે સામે આવવાના પણ સંબંધો નથી તો પછી તેણે ઋષિતને એને રોકવા જોઈતા હતા. પણ તેનો બેસ્ટ ફ્રેન્ડ હોવાથી તેણે જીદ કરીને ઋષિત વિમલ ઉમેશ બધાને બોલાવ્યા જીદ કરીને.


મિતવા બોલી 'જે થયું એ હું ભૂલી જવા માંગુ છું. બીજુ હું એ પરિસ્થિતિ માટે કોઇ ને જવાબદાર નથી માનતી ના તને ના નંદીનીને ન ઋષિત ને કોઈને પણ નહીં બસ હવે આપણે આ બાબતે વાત નહીં કરીએ. અને હું હવે કોલેજ જવા માંગુ છું મારે કોઈ વાત સાંભળી નહિ એ ઉભી થઇ ચાલવા લાગી પછી અભિનંદન પણ.... બંને જતા રહયા.


રસ્તામાં બરખા ને કેશા ઋષિતના વર્તનની વાત કરે છે કે કેશા બોલી 'ખરેખર આ બધા માટે જવાબદાર નંદિની છે. જે ઋષિતને વાત કરી અને ઋષિતના ગ્રુપે વોટરપાર્ક આવવા માટે તૈયારી બતાવી આ બધું જ થયું તેનું એક કારણ માત્ર નંદિની છે અને અભિનંદનની આંખો પર પટ્ટી બાંધી છે તેને નંદિનીની ભૂલ દેખાતી નથી તેને તો માત્ર દેખાય છે માત્ર પોતાનો પ્રેમ તેને ભૂલને જોવી જોઈએ અને હવે પછી આવું ન થાય એના માટે નંદિનીની ને સાફ ના પાડી દેવી જોઈએ કે આપણે જ્યાં જઈએ ત્યાં તેના મિત્રો નહીં આવી શકે.'

બરખા બોલી, 'હા સાચી વાત.'


બધા દોસ્તો કોલેજ પહોંચી ગયા બંને ગ્રુપના ગ્રુપમાં ગોઠવાઈ ગયા. નંદિની આવી. નંદિનીએ અભિનંદનને બોલાવ્યો અભિનંદન પોતાના ગ્રૂપ સાથેથી નંદની જોડે જતો રહ્યો.

અભિનંદને વાત કરી, 'નંદિની કાલે જે થયું તે ઘટના ફરી વખત ન બનવી જોઈએ. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યાં આપણું ગ્રુપ જાય ત્યાં તારા દોસ્તોનું ગ્રુપ નહીં આવી શકે આપણા પ્લાનમાં તારે તેને સામેલ કરવા નહીં. બીજું કાલે જે બન્યું મિતવા જોડે એ મને સહેજ પણ ગમ્યું નથી. એટલે મહેરબાની કરીને તું હવેથી ઋષિત ક્યાંય આપણા જોડે જોવે નહીં.


નંદિની બોલી, 'તને મારા મિત્રો કરતા મિતવા સાથે જે બન્યું તેની પડી છે. મારા મિત્રો ના હોવાથી હું ખુશ થાવ છું મને ગમે છે તેની કોઈ અસર થતી નથી તને. પરંતુ મિતવાને કશું થાય છે મિતવા ને દુઃખ પહોંચે છે તેની આંખમાંથી આંસુ પડે છે. તો તેને તેની બહુ જ અસર થાય છે મને એ સમજાતું નથી કે તું મને પ્રેમ કરે છે કે નહી ?

અભિનંદને કહ્યું, તું જે વિચારે છે તે ખોટું છે અને હું જે કહું છું એ સત્ય છે અને સત્ય ને સમજવાની કોશિશ કરવી જોઈએ તારે.


નંદની એ કહ્યું, 'અભિનંદન તને મારા મિત્રો કરતાં મિતવા વધારે ગમે છે. તારે એવું કહેવું જોઈએ કે મિતવાને ન પોસાય તો એ ના આવે બાકીના મિત્રો તારા ગ્રુપ જોડે આવશે જ. તારા ગ્રુપને પોસાય તો એ તને એના ગ્રુપમાં રાખે નહિતર કાઢી મૂકે. પણ ના તે એવું ન કર્યું તે તો એવું કહ્યું કે આપણા જોડે એ ના આવે કેમ ?'


આપણા જોડે કેમ નહીં ? હું તારા કરતા પહેલેથી ઋષિતને ઓળખું છું અમે એકબીજાને ઓળખીએ છીએ એ મારો એક સારો દોસ્ત છે અને તું એના માટે આવું બોલી શકે છે જ્યારે તું તો હમણાં મળ્યા છો થોડા દિવસ પહેલા. મુલાકાત હમણા થઈ છે અને તને આટલું બધું લાગી આવે છે તું મને વાસ્તવિક પ્રેમ કરે છે ?


અભિનંદનને કહ્યું, 'જો તારે આવું જ બોલવું હોય, ઊંધું જ વિચારવું હોય તો મારા જોડેથી તો તું જતી રહે તારું ઠેકાણું નથી.'

'તો હું જતી રહું છું અને તું હવે મહેરબાની કરીને મને બોલવાની કોશિશ કરીશ નહીં'

અભિનંદન કહ્યુ, 'તું અત્યારે ગુસ્સામાં છે જતી રહે.'

નંદિનીએ કહ્યું, 'કે ગમે તે હોય પણ હું તારા જોડે બોલવાની નથી એ પાક્કું છે.'


પેલી બાજુ કાલે જે ઘટના બની એ એના વિશે દોસ્તો વાતો કરવા લાગ્યા કે ખરેખર કાલે જે બન્યું જે ઘટના બની તેના માટે માત્ર અને માત્ર આ નંદીની જ જવાબદાર છે. ને આ બધી વાતોને ફરી વાર યાદ કરવાથી મિતવાની આંખમાં આંસુ સરી પડ્યા ત્યાં જ બોલ્યો અભિનંદન.

'જે થયું એ સારું નથી. 'પછી તરત જ મિતવા ના ગાલ ઉપર આસું આવી ગયા એ લૂછીને બોલ્યો, 'કાલેજે થયું તેના માટે હું જવાબદાર છું. ખરેખર મને નતી ખબર કે નંદિનીના મિત્રો તારા જોડે આવું કરશે અને આ ઘટના માટે હું મને ક્યારેય માફ નહીં કરી શકું. બીજું આના માટે નંદિનીને મેં વોર્નિંગ આપી દીધી છે કે આજ પછી ક્યાંય તેના મિત્રો આપણા ગ્રુપ સાથે નહીં આવી શકે. નંદિનીને પોસાય તો એ આપણા ગ્રુપ જોડે આવે બાકી આપણા ગ્રુપ જોડે તેના મિત્રો આવી શકશે નહીં.'

કોઈ કશું જ ન બોલ્યું જાણે અભિનંદનની વાતમાં કોઈનેય રસ નહોતો અને બધા જ એવું માને છે કે અભિનંદનને કશું બોલવું જોઈએ અભિનંદનને સમજાવુ જોઈએ કે હવે તેના જોડે સંબંધ રખાય નહિ.


મિતવાથી કશું ન બોલાયુ તેને થોડું જોરથી રડાઇ ગયું. અભિનંદન તેને સહારો આપતા તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, 'બસ બસ તારી આંખોમાં આંસુ મારાથી નથી જોઈ શકાતા. મને નથી મજા આવતી જ્યારે તું દુઃખી હોય છે. જ્યારે તારા ચહેરા ઉપર સ્માઈલ નથી હોતી મને બિલકુલ પસંદ નથી તારા ખૂબ સુંદર ચહેરો દુખી રહે. હવે હસતો...


મિતવા એ આછું હસી. આ બધી જ ઘટનાની સાક્ષી ઉર્જા બની. ઉર્જા એ બધી જ વાત ઋષિત અને નંદિનીને કરી ઋષીતે નંદિનીને સમજાવી એટલે હવે નંદનીનો આગળનો પ્લાન રીસેસમાં શરૂ થવાનો છે. બધા પોતપોતાના રૂમમાં બેસી ગયા. પોતાની જગ્યાએ બેસી ગયા બધા લર્ન કરવા લાગ્યા. થોડું સ્ટડી કરવા લાગ્યા ધીમે ધીમે સમય પસાર થતો ગયો રિસેસ પડી.


નંદિની અને અભિનંદન જોડે નીચે આવ્યા. અભિનંદન બોલ્યો જેના વગર આપણે રહી ન શકીએ તેના જોડે જીદ ન કરવી જોઈએ તેના જોડે બોલતું બંધ ન થવું જોઈએ તેના પર ગુસ્સો ન કરવો જોઈએ'

નંદિની બોલી, 'હા એ સાચું. પણ આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ ત્યારે બીજી પ્રેમિકા પણ ન શોધી લેવી જોઈએ.'

અભિનંદન બોલ્યો, 'હું સમજ્યો નહીં.'

નંદની બોલી, 'તે જે રીતે મિતવા ને મનાવી પટાવી તેને સહારો આપ્યો તેને પ્રેમ આપ્યો એ મને બધી જ ખબર પડી ગઈ છે એટલે અજાણ્યો બનવાની કોશિશ ન કર.'

અભિનંદન બોલ્યો, 'તું ખોટું વિચારે છે'

નંદિની બોલી, 'હું નથી ખોટું વિચારતી, તું મારા જોડે ડબલ ગેમ રમે છે.'

અભિનંદન બોલ્યો, 'મારા સ્વપ્નની રાજકુમારી તું છે. હું મારા મમ્મી પપ્પાની કસમ ખાઈને કહું છું હું તારા જોડે કોઈ ડબલ ગેમ રમતો નથી.'

નંદિની બોલી, 'તારા મમ્મી પપ્પાની જુઠી કસમ લેવાની જરૂર નથી. કોઇ અમસ્તી અમસ્તી જ પોતાની બાહોમાં મિતવાને ન લે અને માથા પર હાથ ન ફેરવે આ બધું જ મેં મારી આંખે જોયું. તને એમ કે હું ઉપર જતી રહી પણ ઉપર નથી ગઈ. હું તમારા ગ્રુપની હરકતો જોતી ઉભી હતી અને જ્યારે તે મિતવાને સહારો આપવાની કોશિશ કરી ત્યારે તારા ગ્રુપના મેમ્બર તમારા બંનેથી થોડે દુર જતા રહ્યા એ પણ મને ખબર છે.'

અભિનંદન બોલ્યો, 'તું જે વિચારે છે એમાં હજુ ભૂલ છે.

નંદની બોલી, 'હું એક પણ શબ્દ સાંભળવા માંગતી નથી. આજથી અત્યારથી હું તારા જોડેના મારા તમામ સંબંધોને તરછોડું છું. એ ચાલવા લાગે છે.

અભિનંદન બોલ્યો, નંદિની... નંદિની... નંદિની...

ક્રમશ:



Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Romance