The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

#DSK #DSK

Romance Others

2  

#DSK #DSK

Romance Others

'અભિનંદન' એક પ્રેમકહાની - ૮

'અભિનંદન' એક પ્રેમકહાની - ૮

7 mins
423


થોડીવાર થઈ, ત્યા પહેલા પાણીમા અભિનંદન ઉતર્યોને પછી તેણે નંદિનીનો હાથ પકડ્યો ને એ ઉતરી.

ત્યા જ કેશા બોલી જો અભિનંદનને નંદિની !

મોહિત; જો આવ્યાને.

મીતવા; હા છે.

બધા એ જોયા એ લોકો એ પણ આને જોયાને એ આવ્યાને અભિનંદન બોલ્યો સરપ્રાઇઝ.

મોહિત; યાર આઇ ડોંટ બિલિવ ધિસ .....સેકંડ.

મીતવા; યસ

નંદિની; રુશિતને એ નથી આવ્યા.

બરખા; અભિનંદન તો તારા જોડે છે પછી તારે રુશિતની શી જરુર છે ?

નંદિની બોલી: અરે ના એમ જ પુછુ છુ.

કેશા; ઓકે

ધર્મએ અભિનંદન પર પાણી ઉડાવ્યુ, ને બોલ્યો: દે ધના ધન.અભિનંદન પણ પાણી ઉડાવવા લાગ્યોને બંને એકબીજાને ભીંજવી દીધા.


નંદિની મનમા મુજાવા લાગી હજુ કેમ નહી આવ્યા હોય ? મોબાઇલ પણ નથી નહીતર કોલ કરી લેત. અભિનંદન નંદિનીનો હાથ પકડી તેને લઇ ગયો. મીતવાને ધાર્મી જોડે છે. મીતવા હવે ખુશ દેખાય છે.


****

વનિતાને જોઇ નંદિની બોલી: અરે ક્યા રહી ગઈ'તી ?

વનિતા; અરે યાર ઓટોમા પંકચર પડ્યુ'તુ સો...

ઉર્જા; હા યાર.

નંદિની; ક્યા છે રુશિત,ઉમેશ ને વિમલ ?

ઉર્જા; બધા જ આવી ગયા છે, આવે છે.

નંદિની; હાશ ! હુ તો ડરી જ ગઇ, કે તમે લોકો નહી આવો તો મારુ શુ થશે ?

ઉર્જા;અરે તારી જોડે તો અભિનંદન છે જ પછી શુ ?

વનિતા; હા, એ તને ગમે છે એટલે તો તે તેને ફસાવ્યો છે પ્રેમજાળમાં.

ઉર્જા;તો પછી...

નંદિની;હા એ સાચુ મને એ બોવ જ ગમે છે.


*****

અભિનંદનનુ આખુ ગ્રુપ મસ્તી કરવા લાગ્યુ. ખુલ્લી લપસણી બંધ લપસણી લાંબી-ટુકી, લપસણી કુવો. બધી જ લપસણીમા વારાફરતી જવા લાગ્યા.

એકવાર રુશિતને એ લોકોને, નંદિની ને એ બધા જોડે થઈ ગયા. રુશિત બોલ્યો નંદિની જા,એ ગઇ લપસણીમાં. પાછળ તરત જ મીતવા બેસી ગઇ ને હજુ પેલો ગાર્ડ કહે છે ભાઇ લેડીઝ છે નહી જતા, તરત જ તોય રુશિત પાછળ ગયોને પછી તરત જ ધર્મ બેઠો લપસણીમાં. પેલા નંદિની તેની ઉપર તરત જ મીતવા પડીને એ ઉભી થય ન થય રુશિત આવ્યોને મીતવાની ઉપર ગયોને મીતવાને પકડી લીધી. 'એ છોડ એમ પણ બોલી ગઇ' ને ધર્મ એ તરત જ ખભ્ભેથી રુશિતને પકડ્યો એટલે તેણે મીતવાના બાવડા મુકી દીધા.

ધર્મ ગુસ્સે થઈ ગયો: બુધ્ધી વગર ના ના પાડી તોય કેમ જાણી જોઇને આવ્યો.

રુશિત; ના, હો જગડવાનુ ન કરતો.

ધર્મ; જુઠ નહી, નહીતર તારી...

નંદિની; બસ બસ...

અભિનંદન; બસ ધર્મ શુ થયુ?

ધર્મ; અભિનંદન, તને વાતની ખબર નથીને નંદિનીનો દોસ્ત છે એટલે એમ ન કહેજે "જવા દે" એમ ઓકે....અંડર સ્ટેંડ...

નંદિની; સોરી ધર્મ પ્લીઝ. અભિનંદન ધર્મ ને લઇજા. હુ સોરી તો કહુ છુ પ્લીઝ લઇ જા.

પછી નંદિની રુશિતને પાણીમાથી બહાર લઇ ગઇ એક સાઇડને બોલી: તને મીતવાની ઉપર પડવાનો એટલો જ શોખ છે તો મારા જોડે પ્રેમના નાટક કેમ કરે છે ? મને બધી જ ખબર છે ધર્મ કહે તેમ જુઠ નહી. મે પણ સાંભળ્યુ'તુ ગાર્ડે તને ના પાડીતી એ.

રુશિત; નંદિની હુ તો તારા માટે એ લોકોને હેરાન કર છુ.

નંદિની; બસ,સ્ટૉપ.. એમા મીતવાને આ રીતે હેરાન કરવાનો કોઇ વિકલ્પ નથી. ઓકે, એમ કહી ગુસ્સે થય જતી રહી.

તો રુશિત મનમા બોલ્યો: જા જા હુ તો મીતવાને પ્રેમ કરુ છુ ને એક મીતવા છે કે તેના ગ્રુપ સિવાય કોઇ છોકરા જોડે બોલતી નથી પણ હુ મીતવાને આજ તો મારી બાહોમા લઇશ જ.


***

આ બાજુ જે બન્યુ એ બધુ ધર્મએ અભિનંદનને કહ્યુ. અભિનંદન પણ ગુસ્સે થય ગયો મીતવા જોડે એ આવુ કરીજ કેમ શકે નફ્ફટ.

નંદિની; સોરી ધર્મ તેની ભુલ જ છે પણ જાણી જોઇને નથી કર્યુ.

અભિનંદન;ઓકે ઓકે તુ ચિંતા ન કર.બધુ બરાબર છે.

ત્યા ગાર્ડ બોલ્યો વે’વ શરુ થાય છે આવતા રહો.

આ વે’વ મા પાણીને દરિયાના મોજાની જેમ વે’વ દ્વારા કરવામા આવે છે ને પબ્લિકને દરિયાનો આનંદ આપવામા આવે છે.

****


બધા ગયા. વે’વ શરુ થઈ ગયા. અભિનંદને નંદિનીને કમરમાથી પકડી. નંદિનીને સારુ ન લાગ્યુ પણ તેને ખબર પડવા ન દીધી મનમા થયુ રુશિત પણ નથી આવતો નહીતર છોડાવે. એ કમરથી ઉપર સુધીના પાણીમા છે વેવ શરુ છે. સોંગ શરુ છે.બધા મસ્તી કરે છે અભિનંદન પણ ફુલ મસ્તીના મુડમા છે. અભિનંદન નંદિનીને ગલપચી કરે છે એ હસીને અભિનંદનને પકડી લે છે પછી થોડા ઉંડા પાણીમા જાય છે. વારે વારે સુચના અપાય છે કે એકદમ વેવ મશિનની નજીક જવુ નહી.


છાતી સુધી પાણી છે અભિનંદને કમરથી થોડા ઉપર હાથ લીધા. નંદિની હલનચલન કરવા લાગી અભિનંદનને થયુ શાયદ ગલીપચી થતી હશે.એ પણ વધારે હેરાન કરવા લાગ્યો. નંદિનીને સ્પર્શ કરવાનો મોકો એ કેમ મુકી દે ? તે નંદિનીને પ્રેમ કરે છે. અભિનંદનના પ્રેમમા કોઇ ખોટ નથી પણ નંદિની તો માત્ર રુશિતનો બદલો ક્લીયર કરવા માટે અભિનંદનને હેરાન કરે છે. વધારે ઉંડા પાણીમા ગયાને નંદીનીના ગાલ પર અભિનંદનને કિસ કરી. નંદિનીથી આ બધુ અસહ્ય થતુ ગયુ, ને અભિનંદન પોતાના પ્રેમનો આનંદ લઇ રહ્યો છે. .મીતવા ને એ લોકોને દેખાતા પણ નથી અલગ અલગ થઈ ગયા બધા.

અભિનંદન બોલ્યો: મારા પહેલા પ્રેમનો આ પહેલો અનુભવ મને તારા જોડે ખુશી મળે છે આઇ લવ યુ.

નંદિની ; હમમ

અભિનંદન ; કેમ હમમ્મ ?

નંદિની; લવ યુ

અભિનંદને નંદિનીના હોઠનો સ્પર્શ કર્યો, તેના વાળ સરખા કર્યા, તેના બાવડા પર સ્પર્શ કરતા બોલ્યો બસ....એક દિવસ એવો આવશે કે આપણે બે રોમાંસ કરતા હોઇશુ ને આપણા રૂમનો દરવાજો બંધ હશેને ત્યારે મને કોઇ નહી રોકી શકે. તને સ્પર્શ કરતા તુ પણ નહી. ત્યા કોઇ જ નહી હોય એટલે તને આટલી શરમ પણ નહી હોઇ.

નંદિની; હમમ...હજુ એ દિવસ આવવા તો દે

અભિનંદન; મારા ઘરમા પ્રેમ લગ્ન માટે કોઇ વિરોધી નથી. મને લાગે છે તારા ઘરમા પણ એવો કોઇ પ્રોબ્લેમ નથી. બસ સામેવાળુ પાત્ર સારી લાઇન પર હોવુ જોઇએ.

નંદિની; હા પણ તુ સ્ટડી કરે છે તુ પેલા તારી લાઇન તો સંભાળ.

અભિનંદન; બધુ જ થઈ જશે, તુ ચિંતા ન કર.

વેવ બંદ થયુને બધા આગળ ગયા.


***

નાસ્તો કરવા માટે વિચાર્યુ

કેશા; હા, બોવ જ ભુખ લાગી છે.

બરખા; હા....

મીતવા; હા ..

નાસ્તો કરવા ગયા. પાણીપુરી, પાઉભાજી, મંચુરીયન, છાશ. ખુશી-ખુશીથી નાસ્તો કર્યો ને પાછા જતા રહ્યા પાણીમા.


****

મીતવા પિંક લપસણી તરફ ગઇ :કેશા અહી આવો...બરખા નહી તુ આવતી રહે...અહી..

મીતવા; ઓકે આ એક લપસણી પછી આવુ

હા,અમે ઉભા જા...બરખા બોલી

ત્યા જ અભિનંદન આવ્યો: મીતવા ક્યા ?

કેશા: જો પેલી પિંક પર 6/7 માણસો છે ત્યા જ છે એક કામ કર તુ અહી ઉભો રહે, મીતવાને લેતો આવ. અમે ત્યા ઉપર જઇએ...

અભિનંદન; ઓકે જાવ. એ પિંક લપસણી નજીક આવીને ઉભો રહ્યો.

સામેની બાજુ ધર્મ ને ધાર્મી ઉભા-ઉભા વાતો કરી રહ્યા. અભિનંદને તેને જોયા પણ કશુ ન બોલ્યો.


એક સીડી પરથી ¾ લપસણીની સીડી પડે છે. રુશિત મીતવાને જોઇ ગયો. એ પણ તેની પાછળ ગયો આગળ 2/3 બેનો ગઇ પછી એ કે આની જોડે હુ છુ તમે ખસો તો એમ કહી તે મીતવા પાછળ ગયોને ફરીવાર એ જ ઘટના બની ને મીતવાને પકડી બાહોમા ઉભો થયો. ને મીતવાને જાહેરમા જ પકડીને બોલ્યો: મીતવા વાગ્યુ તો નથી ને મીતવાની બેક સાઇડ હાથ ફેરવાતા બોલ્યો.

મીતવા માણસોની વચ્ચે રાડ પાડવાની બદ્લે પોતાને છોડાવવાનો પ્રયત્ન કરી રહી બંન્નેનુ એક સાથે ધ્યાન ગયુ ને ધર્મએ મીતવાના ખભ્ભા પર હાથ મુકી ખેચી લીધીને મીતવા ધર્મને બાહોમા લઇને રડવા લાગી. અભિનંદને રુશિતને ખભ્ભે પકડી બહાર કાઢ્યોને કોઇ ન સાંભળે તેમ કહ્યુ હવે તારી ખેર નથી તને કોઇ બચાવી શકે તેમ નથી.


ધર્મ; મીતવા બધા જોવે એ પેલા શાંત થય જા પ્લીઝ...પ્લીઝ......

ધાર્મી; હા,મીતવા પ્લીઝ....ધર્મ પ્લીઝ તુ મીતવાને સમજાવને પ્લીઝ....

ત્યા વનિતા બોલી: અહીયા આવતો ધાર્મી

ધાર્મી: બોલી શુ છે?

વનિતા; ધર્મને તુ પ્રેમ કરે છે કે મીતવા ? કશુ સમજાતુ નથી. નહી ઉર્જા. ?

ઉર્જા; બેચારી શુ કરે? તે ધર્મને છોડી શક્તી નથીને ધર્મ મીતવાને છોડવા તૈયાર નથી.

વનિતા; એમ પણ મીતવા તો ક્યારનિય ધર્મને જાણે છે ને ધાર્મી તો...

ધાર્મી; તમે જે પ્લાન કરીને આવ્યા હોવ તે. પણ હુ મારા ધર્મ પર ક્યારેય શક નહી કરુ. બીજુ હાલ પુંરતુ તો રુશિતને સહન કરી લેવાશે પણ પછી નહી.

અભિનંદન; નંદિની ક્યા છે વનિતા ?

વનિતા; ખબર નથી

અભિનંદને રુશિતને ધક્કો માર્યોને કહ્યુ આને લઇને દફા થય જાવ નહીતર હુ ગાર્ડને બોલાવુ છુ.

ઉર્જા; નહી નહી અભિનંદન હવે અમે અહી બેક સાઇડ નહી આવીએ ચલ રુશિત.

ઉર્જા; રસ્તામા રુશિત તુ આશુ કરે છે ? તારી પેલી હરકતથી નંદિની હજુ નારાજ છે તો ફરીવાર ?

નંદિની; શુ થયુ ?

વનિતા; કશુ નહી

નંદિની; તો ચલો. હુ ટોઇલેટ સાઇડ ગઇ'તી. પેલી બાજુ જઈએ

વનિતા; ના,ના....અભિનંદન ગુસ્સે થશે. તેનો ગુસ્સો જોયો તો ?લાલચોળ થઈ ગયો તો

નંદિની; શુ થયુ ? ઘડીક કહો કશુ નહી. ઘડી કહો અભિનંદન ગુસ્સે થયો ?પણ કેમ વાય ?

ઉર્જા એ બધુ જ કહ્યુ. નંદિની ગુસ્સે થઈને ઘેર જતી રેહવા કહ્યુને એ બહાર પણ નીકળી ગઇ.

રુશિત બોલ્યો નંદિની સોરી સોરી. તેની પાછળ ઉર્જા,વનિતા, વિમલ, ઉમેશ બધા જતા રહ્યા.

***


અભિનંદનને જોયુ ધર્મ મીતવાને સંભાળી રહ્યો છે એ કશુ જ ન બોલ્યો બસ ઉભો રહી ગયો. ધાર્મી પણ મેહનત કરી રહી પણ કેમેય કરીને મીતવાના આંસુ રોક્યા રોકાતા ન’તા.

ધર્મ; હવે આંખમાથી એક આંસુ પડ્યુ તો તને મારી કસમ.

મીતવા એ પોતાના આંસુ લૂછ્યાને મો પણ ધોઇ નાખ્યુ આ બધુ અભિનંદન જોઇ રહ્યો. અભિનંદનને ખુશી થય કે ધર્મએ મીતવાને ચુપ કરીને મોહિત આવ્યો હુ ટોઇલેટમાથી આવુ છુ પેલી બલા તો ગઇ.

કેશા: આમથીઆવી યસ.

નીરજ; વાહ

બરખા; શુ થયુ મીતવા ? તારી આંખ કેમ ?

ધાર્મી; ચુપ બસ એ લોકો જતા રહ્યા મીતવા ચલ.

ધર્મ; સ્માઇલ પ્લીઝ


મીતવા; હસી....

ધર્મ; આપણને હેરાન કરવાના ઇરાદાથી આવ્યાતા એ સફળ થઈ ગયા. બસ તુ રડતી નહી. કેશાને બરખા તો પહોચી રહે એટલે તેને કશુ ન કહ્યુ પણ તુ ન બોલે એટલે તને હેરાન કરી. બસ આના ઉપરથી શીખ કે તારે બોલવુ જોઇએ. એણે તને પકડી કે તરત જ જોરથી રાડ પાડી હોત તો તેની તેવડ ન’તી એ તને વધારે વાર પકડી રાખે. તને સમજાય છેને હુ શુ કેહવા માંગુ છુ.

મીતવા; હા....

અભિનંદન બસ માત્ર ધર્મને મીતવાને જોઇ રહ્યો બસ જોઇ રહ્યો. પછીના બે કલાક મસ્ત મોજ મસ્તી સાથે પસાર થયા બધી જ લપસણીને ફરી એકવાર વે’વ....લાસ્ટમા ડાંસ બાદ છુટા પડ્યા.

અભિનંદન બોલ્યો: મીતવા આર યુ ઓકે ?

મીતવા; યા...મીતવા ધીમેથી બોલી.

ધર્મ આવ્યોને મીતવાનો હાથ પકડી બોલ્યો: ઓટો આવી ગઇ ચલ.....

અભિનંદને મીતવાને બાય બાય કર્યુ સ્માઇલ સાથે જોડે મીતવા એ પણ...

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance