STORYMIRROR

#DSK #DSK

Romance Others

3  

#DSK #DSK

Romance Others

'અભિનંદન' એક પ્રેમકહાની- ૪

'અભિનંદન' એક પ્રેમકહાની- ૪

5 mins
477

અભિનંદન સવાર સવારમા જ મીતવાને ઘેર ગયો. તેણે આગળના દિવસે બધુ જાણી લીધુ હતુ કે મીતવાને ઘેર એવુ કશુ નથી કે કોઇ છોકરો દોસ્ત ન હોય. ભણેલા-ગણેલા લોકો એવુ માનતા નથી એવુ હોતુ નથી પણ આ લોકો કેહવાતા સુધરેલા કે ફોર્વર્ડ કે પછી ઉચ્ચ વિચારસરણીના એટલે અભિનંદન ગયો.

તેના પાપા એ ડોર ઓપન કર્યુ તેણે કહ્યું "મે તમને ન ઓળખ્યા "

ત્યારે અભિનંદનને કહ્યુ, 'હુ મીતવાનો ફ્રેંડ.'

ત્યારે તેના પાપ એ અંદર આવવા કહ્યુ પાણી આપ્યુને તેના મમ્મીને મીતવાને જગાડવા કહ્યુ.

ત્યારે અભિનંદન બોલ્યો, 'હજુ નિંદરમા છે ?' તેના મમ્મી કે એતો રોજ 9 વાગે જાગે છે.

આભિનંદન: 'ઓહ...તમને વાંધો ન હોય તો હુ આંઠ વાગ્યામાં આજ જગાડી દઉં ?

મમ્મી પદમાબેન કે: "હા..હા...જા.....નો પ્રોબ્લેમ તુ તેને જગાડીને લાવ હુ નાસ્તો તૈયાર રાખુ છુ. ને તમે ફ્રેશ થઈ જાવ.


મીતવાનો મોટો ભાઇ વિહાન બહાર ભણે છે. પાપાનુ નામ સુનિલભાઇ. અભિનંદનના પાપાનુ નામ અનિલભાઇ મમ્મીનુ નામ અનીતાબેન દીદીનુ નામ આરોહી. અભિનંદન, મીતવા, બરખા, કેશા, મોહિત, નિરજ આટલા દોસ્ત. નંદિની, ઋશિત, વિમલ, ઉમેશ, વનિતા, ઉર્જા આટલા દોસ્ત.


અભિનંદન મીતવાના રૂમમા ગયો. તેણે ધીમેથી એક સાવરણીનુ પીછુ લીધુને મીતવાના કાનને અટકાવ્યુ. મીતવા ફરીને સુઇ ગઇ. પાછુ કર્યુ તો તેણે ચાદરને કાન જોડે રાખી દીધી. પછી હસીને પાછુ કર્યુ તો એ ઉભી થઇ ગઇને ચાદર જોવા લાગી શુ છે ત્યા અભિનંદન હસી પડ્યો. મીતવા બેસીને: 'કે તુ અત્યારમા.હજુ તો આંઠજ વાગા છેને કોલેજ ટાઇમ અગિયાર વાગ્યાનો છે.'


અભિનંદન કે: 'તુ કે તો જતો રહુ." એ ઉભો થયો તો મીતવા એ તેનો હાથ પકડ્યો ને કહ્યુ: 'ના... હુ તો વાત કરુ છુ.'

અભિનંદન કે "ઓકે... તો ચલ ઉભી થા તૈયાર થા. આજ હુ તને સરતાજપુર બતાવુ છુ.'

મીતવા: 'ઓકે....'

અભિનંદન બોલ્યો: 'હુ બહાર છુ તુ આવ."

એ બહાર બેઠો. અભિનંદનના મગજમા હજુય મીતવાની સુંદરતા તરવરે છે. સુતા-સુતા કેટલી સુંદર દેખાય છે. મારા સ્વપ્નની સુંદરી કરતા પણ બેહદ સુંદર. આંખોમા છલકતો પ્રેમને સુતા-સુતા પણ જાણે ચહેરા પર સ્મિત લહેરાવતી મીતવા. તેના એ ઉડતા ટુંકાવાળને હવામાં ઉડ્તા એ કેટલા સુંદર દેખાયા. તેનો સ્પર્શ પણ કેટલો કોમળ ! ખરેખર મારા સ્વપ્નમા અગર જો આવી કોઇ છોકરી હોત તો હુ મીતવાને આજ ને આજ જ પ્રપોઝ કરી દેત. પણ કાશ. મીતવા જેવી છોકરી હોત..

ત્યા જ મીતવા બોલી: 'ચલ અભિનંદન નાસ્તો કરવા."

પાપા બોલ્યા "ચલ અભિ."

મીતવા બોલી: 'પાપા....ચુપ.'

પાપા બોલ્યા: 'કેમ ?'

મીતવા બોલી: 'અભિ નહી અભિનંદન જ. અભિ તેને પસંદ નહી. તેને બધા જ અભિનંદન જ કહે ને કોઇ અભિ જ કહેતો તેને બોલાવવાની જ ના પાડી દે છે, કેમ કે તેના દાદાને અભિનંદન નામ જ ગમતુ જે આર્મીમા સૈનિક હતા. જેના લીધે તેના પાપાને પણ અભિનંદન જ ગમે છે.'

પાપા બોલ્યા: 'ઓહ....'

મીતવા અભિનંદન પાસે જઇ બોલી: 'અભિનંદન.....ક્યા ખોવાઇ ગયો ?'

અભિનંદન બોલ્યો: 'હમમ....બોલ.'

મીતવા બોલ: 'ઈ શુ બોલુ ? નાસ્તો કરવા ચલ એમ."

અભિનંદન બોલ્યો: 'તુ કરી લે...ફટાફટ પછી જઇએ.'

મમ્મી બોલ્યા: 'એવુ થોડુ ચાલે તો હુ તને મીતવાને નહી લઇ જવા દઉ સરતાજપુર બતાવવા.'

અભિનંદન બોલ્યો: 'ઓકે.....ચલો....'


નાસ્તો કરી બધા પોતપોતાના કામે લાગી ગયા. મમ્મી કામ કરવા લાગી. આ બંને સીટી જોવા નીકળ્યા મીતવાના પાપા ઓફિસ જવા નીકળયા. અભિનંદનની બાઇક પાછળ બેસી એ નીકળી પડી. એક ડાહી છોકરીની જેમ.


અભિનંદને પેલા કોલેજ કઇ રીતે જવાય એ બતાવ્યુ રીક્ષાથી, સીટીબસથી. પછી તેણે કોલેજથી થોડે દૂર એક શોપ છે. જેનુ નામ છે "ટી શોપ".નામ ટી શોપ પણ મળે બધા જ પ્રકારનો વેજીટેબલ નાસ્તો. પછી સરતાજપુરનો એક મોટો સરતાજ બગીચો બતાવ્યો. ત્યા અંદર લઇ ગયો. જ્યા નાના બાળકો માટેની લપસણી, હિચકા, તમામ પ્રકારની રમત રમવા માટેનુ,પછી એક મોટા માટે પણ લપસણી હિચકા બધુ એ જગા બતાવી. ત્યા બંન્ને બેઠા એક નાસ્તાવાળા જોડેથી નાસ્તો લીધો બંન્ને ખવા લાગ્યા.


ત્યા જ અભિનંદન બોલ્યો: 'હવે તો મને કાલ માટે માફ કરી દે.' તેના સ્વરમા એટલો પ્રેમ હતો કે જાણે સામેવાળી વ્યક્તિ છોકરીના પ્રેમમા પુરો પાગલ હોય છોકરો એવુ લાગે.

મીતવા બોલી: 'ઓકે નો પ્રોબ્લેમ.....અભિનંદન.....'

ત્યારે અભિનંદનને મીતવાના કોમળ હાથ પર હાથ મુકી કહ્યુ, 'થેક્સ ડીઅર...'

પછી મીતવાના હોઠની બાજુમા ચોટેલાના નાસ્તાના કણને હટાવીને મીતવાને પોતાનો રુમાલ આપ્યોને બોલ્યો, 'લે લુછી નાખ.'

મીતવા એ લુછીને કહ્યુ, 'બરાબરને'

અભિનંદન બોલ્યો, 'બરાબર......'


મીતવા એ રૂમાલ ખરાબ થયો હોવાથી અભિનંદનને આપતા સંકોચ થયો તેણે પોતાના પર્સમા નાખી દીધો. પછી બંને કોલેજ ગયા. એક લીમડાના વૃક્ષ્ નીચે નિયત જગા એ કેશા, બરખા, મોહિત, નિરજ ઉભા ત્યા મીતવા પહોચીને અભિનંદન બાઇક પાર્ક કરવા ગયો. નંદિની એ જોયુ કે અભિનંદન પાછળ મીતવાને લાવ્યો તેનુ મો બગડી ગયુ અભિનંદન સામેથી નીકલ્યો તો પણ મો ફેરવી લીધુ.


અભિનંદને જોયુ પણ ખરા એટલે એ તરજ ગાડી પાર્ક કરીને નંદીની પાસે ગયો ત્યારે નંદિની થોડીવાર કશુ ન બોલી. અભિનંદને મનાવતા કહ્યુ 'મારાથી એવી એક જ દિવસમા શુ ભુલ થઇ કે તુ મારાથી નારાજ થય ગઇ ?'

નંદિની બોલી : 'તને તો સારા લોકો દેખાય મારા જેવા નહી.'

અભિનંદન બોલ્યો: 'ઓહ....મતલબ.....'

નંદિની: 'તે મને કાલ કહેલુ, તુ મને સરતાજપુર બતાવીશને, હવે તો કોલેજ ટાઇમ શુ થશે ?

અભિનંદન બોલ્યો: 'તે મને વહેલા આવવા કહેલુ પહેલી વાત ?'

નંદિની બોલી: 'ના'

'બીજુ,' અભિનંદન બોલ્યો 'ભલે કોલેજ ટાઇમ હુ તને તો પણ સરતાજપુર બતાવીશ.'

નંદિની ઉછળી પડી: 'રીઅલી...!'

અભિનંદન બોલ્યો: 'જી હા. મારી દોસ્તનો મૂડ ઠીક કરવા આજ બંક મારીશ.'

અભિનંદને બાઇક નીકાલી. નંદિની બહાર ઉભી રહી ગઇને પછી અભિનંદન બોલ્યો, 'હુ આવુ છુ...'

બરખા બોલી: 'ઓકે પણ તુ જાય છે ક્યા ?'

અભિનંદન બોલ્યો: 'આવુ છુ. ચિંતા ન કરતા પણ મને પછી મટીરીઅલ આપવુ પડ્શે.'

મોહિત બોલ્યો: ;ઓકે ભાઇ જા, જા તુ પણ મોજ કરીલે. તને તારા સ્વપ્નની રાણી મળી ગઇ છે.'

ત્યારે બરખા બોલી: 'હુ કશુ સમજી નહી મોહિત.'

નીરજ બોલ્યો: 'ઓહો...ભાઇને નંદિની ગમે છે નંદિની બહાર ગઇ તો બન્ને જતા હશે બહાર.'

કેશા બોલી: 'હા...એમા નવાઇ શુ છે. કોલેજ છે. નઇ મીતવા ! અહી છોકરો-છોકરી સારા દોસ્ત પણ હોયને ગર્લફ્રેંડ-બોયફ્રેંડ પણ હોય.

મીતવા બોલી: હા કેશા, તેના મનમા હાલ કોઇ જ પ્રેમ નથી કે નથી કોઇના પ્રત્યે મોહ.


અભિનંદને નંદિનીનો હાથ પોતાના ખભ્ભા પર જાતે મુક્યો. નંદિની પણ અભિનંદનને ચિપકીને બેસી ગઇ. બસ આટલુ જ તો અભિનંદનને કરવુ'તુ. સરતાજપુરનો મોટો બગીચો. રીવર્ બ્રીઝ્ બધુ જ બતાવ્યું નંદિનીને. કોલેજ ટાઈમ જતો રહ્યોંને અભિનંદન નંદિનીને ઘેર મુકવા ગયો. કોઈનું ધ્યાન ન'તું એમ નંદિનીએ અભિનંદનને ગાલ પર એક કિસ આપી.

ને અભિનંદન ખુશ થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance