#DSK #DSK

Drama Romance

2  

#DSK #DSK

Drama Romance

અભિનંદન: એક પ્રેમકહાની- 3

અભિનંદન: એક પ્રેમકહાની- 3

5 mins
289


3


વારેવારે મિતાલી પોતાના કાંડાની ઘડિયાળને જુએ છે. અભિનંદન જે રસ્તા પરથી આવવાનો છે તે રસ્તાની રાહ તાકે છે. તેને થયું અભિનંદનનો મોબાઈલ નંબર લઇ લીધો હોત તો સારું થાત પણ એવું કશું યાદ આવ્યું નહીં. એક તો એ આ સિટીમાં નવી છે ને કોલેજમાં પણ તેના મન અને દિલ પર ડર છે. કેમકે રીક્ષાવાળાઓ પર એમ કેમ વિશ્વાસ કરવો. દરેક ખરાબ હોય એવું નથી અને દરેક સારો હોય એવું પણ નથી.


ત્યાં સામેથી અભિનંદન આવ્યો તેની બાઈક પર. મિતાલીના ચહેરા પર એક ખુશીની લહેર છવાઈ ગઈ. પણ એ સડસડાટ આવ્યો અને જતો પણ રહ્યો. મિતાલીએ જોયું તો અભિનંદનની પાછળની સીટ ઉપર એક છોકરી બેઠેલી છે.


મિતાલી બસ માત્ર તાકી રહી અભિનંદનની એક નજર મિતાલી પર પડેલી અને એ ડરી ગયો. મે મિતાલી ને ઘર સુધી મૂકી જવા માટે અને સીટી ઇન્ટ્રોડકશન કરવા માટે કહેલું ને ભુલી ગયો. હવે શું કરવુ. એક બાજુ નંદિનીને બસ સ્ટેન્ડ સુધી મુકવા જવાની છે. મિતાલીનો નંબર પણ નથી. એને તરત યાદ આવ્યું. કેશા અને બરખા હોસ્ટેલમાં જ હશે એને તરત જ બરખાને ફોન કર્યો અને કહ્યું.

બરખા અને કેશા તરત જ મિતાલી પાસે ગયા અને મિતાલી ને હોસ્ટેલ પર લઇ આવ્યા. બરખા ને કેશા એ ચાલીને હોસ્ટેલ બતાવી પછી ઠંડુ પીવડાવ્યું. કેશા એ કહ્યું 'બરખા અભિનંદન ને કોલ કર એ મિતાલી ને મૂકી આવે ત્યાંજ.'


મિતાલી બોલી ' કેશા થેન્ક્યુ બટ હું એકલી જતી રહીશ હવે અભિનંદનની કોઈ જરૂર નથી, તમે બંને મને રિક્ષા યા તો સીટી બસમાં બેસાડી દો હું જતી રહીશ'. બરખા બોલી 'પણ અભિનંદન ત્યાં વચ્ચે મિતાલી પ્લીઝ, એટલું બોલતા જ મિતાલીથી રડાઈ ગયું.

કેશા બોલી મિતાલી હું સમજુ છું કે તને વેટિંગ પર રાખીને અભિનંદન નંદિની ને મુકવા જતો રહ્યો પણ એમાં એવું થયું ને કે નંદીની પણ નવી છે, તો નંદિની એ કહ્યું અભિનંદન મને બસ સ્ટેન્ડ સુધી મૂકી જા તો હું જતી રહીશ એટલે અભિનંદન એને મુકવા માટે ગયો અને બરખા ને કોલ કરીને કહ્યું 'કે તમે બન્ને જાઓ અને મિતાલીને તમારી હોસ્ટેલ પર લઇ આવો.'


મિતાલી બોલી ' ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ'. ત્યાંજ અભિનંદન આવી ગયો. અભિનંદન બોલ્યો 'થેન્ક્યુ સો મચ બરખા એન્ડ કેશા પછી બોલ્યો ચલ મિતાલી હવે હું તને મારા શહેરની સફર કરાવું, હવે મારે ટાઈમ જ ટાઈમ છે કે.'

મિતાલી બોલી 'કેશા બરખા તમે મને મૂકી જાઓ છો કે હું જાતે જતી રહું.'

ત્યાંજ અભિનંદન બોલ્યો અરે હું આવું છું ને ત્યારે કેશા એ ઈશારો કરીને અભિનંદન ને ના કહી એટલે અભિનંદન કશું ન બોલ્યો અને કેશા અને બરખા એ મિતાલીને રિક્ષામાં બેસાડી દીધી પછી જે બન્યું એ બધું જ અભિનંદનને કહ્યું.


કેશા અને બરખા અભિનંદનને ખીજાયા, તારાથી મિતાલી જોડે એવું ના કરાય. એક તો એ નવી છે તેની સાથે ડન કર્યું અને તેમ છતાં તું નંદિનીને મૂકવા જતો રહ્યો. તારે વિચારવું જોઈએ. ત્યારે અભિનંદન બોલ્યો ભૂલી ગયો. બીજું તમે બંને મારી બેસ્ટ ફ્રેન્ડ છો તો હું તમને એટલું કહેવા માંગીશ કે મને લાગી છે કે નંદિની જ મારા માટે બેસ્ટ છે ગર્લફ્રેન્ડ બનવા માટે.


ત્યારે કેશા બોલી 'આટલી વારમાં તને એવું પણ લાગી ગયું કે તારી ગર્લફ્રેન્ડ બનવા માટે યોગ્ય છે'. અભિનંદન બોલ્યો 'હા હું વિચારું છું એવી જ છે'. બરખા બોલી 'ઓકે ઓકે નો પ્રોબ્લેમ તો તારી પ્રેમ કહાની પછી શરૂ કરજે પણ પહેલા મીતાલી જોડે માફી માંગી લે જે એ પણ હવે આપણા ગ્રુપની મેમ્બર છે અને આપણી ફ્રેન્ડ છે તે અજાણતા તેનું દિલ ભરાઈ આવ્યું છે.


કેશા બોલી 'અજાણતા નહી, જાણી જોઈને,એટલે તારે માફી માંગવી જોઈએ હું તને વોટ્સએપ નંબર પર મિતાલીનો નંબર સેન્ડ કરું છું તો માફી માંગી લે જે.' અભિનંદને કહ્યું 'જેવી માતાજીઓ તમારી મરજી' પછી હસી ને જોતો રહ્યો.


મિતાલી ઘેર ગઈ તેના મમ્મી તેને પૂછ્યું 'કેવો રહ્યો દિવસ? મિતાલી એ કહ્યું મમ્મી બેસ્ટ મજા આવી'.

તારું જમવાનું મૂકી રાખ્યું છે તો જમી લે ને.

મિતાલી બોલી 'હા મમ્મી'

અને એ ફ્રેશ થઇ અને જમવા બેઠી એના મનમાંથી અભિનંદન આ વિચારો જતા નથી કેમે કરીને એ અભિનંદન વિશે વિચારવા માંગતી જ નથી પણ મનમાં સતત અને સતત અભિનંદનના જ વિચાર કરે છે.

અભિનંદન એ મારી સાથે કેવું કર્યું જાણી જોઈને એને ખબર છે હું આ કોલેજમાં આ સિટીમાં નવી છું, મારા પપ્પા ઘેર નથી, મને કોઈ લેવા માટે આવી શકે તેમ નથી, મારું આ કોલેજમાં કોઈ ફ્રેન્ડ નથી, મને બધુ બતાવશે એવું કહી એક બીજી છોકરીને લઈને જતો રહ્યો, એ જતો રહ્યો તેની સામે વાંધો નથી પણ તેને મને આમ વહેમમાં તો ન રાખવી જોઈએ. ખરેખર અભિનંદન તને અભિનંદન.


આ બાજુ અભિનંદન સતત મનમાં નંદિનીના વિચાર કરે છે, તેને લાગે છે કે નંદિની જ તેની ગર્લફ્રેન્ડ બનવા માટે બેસ્ટ છે, તેના સપનોની રાણી છે. તેને લાગે છે કે નંદિની સિવાય કોઈ બેસ્ટ નથી અને પોતાની બનાવીને જ રહેશે, મારા કરતાં પણ ગોરી, દેખાવડી, લાંબા વાળ, ચટકતી ચાલ, નટખટ વાહ. એક જ દિવસમાં મને ઘાયલ કરી દીધો.આઇ લવ યુ નંદિની.


ત્યાંજ મિતાલીના મોબાઈલમાં રીંગ વાગી. તેણે કોલ રીસીવ કર્યો. સામે છેડેથી અવાજ આવ્યો હું અભિનંદન.

મિતાલી બોલી 'બોલ શું છે ?'

અભિનંદન બોલ્યો 'સોરી એક્ચુલી મારે તને મુકવા નથી આવવી એવું નથી પણ મને યાદ ન રહયું. બીજુ મેં તને જોઈ ત્યાં સુધીમાં તો મારી પાછળ નંદીની બેઠી હતી અને એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા જવાની હતી. બીજું એ તારી જેમ એ પણ ન્યુ એડમિશન છે , મને કહ્યું કે ઘર સુધી નહિ બસ સ્ટેન્ડ સુધી મૂકી જઇશ તો સરળતા રહેશે, તો મને થયું મારે તને મારા સિટીમાં ઘુમાવવાની છે , બધુ બતાવવાનું છે , તો તેને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવું અને પછી તારા જોડે પણ..'


મિતાલી બોલી 'નો પ્રોબ્લેમ , આઈ એમ ફાઈન, હું મારા ઘરે પહોંચી ગઇ છું અને તું મારી ચિંતા ના કરશે. નંદિનીને કોલ કરીને પૂછી જોજે એ પહોંચી ગઈ કે નહીં.'

અભિનંદન બોલ્યો ' નંદિનીનો નંબર મારા જોડે નથી. તારા જોડે હોય તો મને સેન્ડ કરી દેજે. ' અભિનંદને મજાક કરી.

મિતાલી કશું ના બોલી અને માત્ર એણે અભિનંદનનો કોલ કટ કરી નાખ્યો.

અભિનંદન બોલતો રહ્યો મિતાલી મિતાલી અગર તું મને માફ નહીં કરે તો પેલી બે દેવીઓ મને મારી નાખશે પણ વાત અધૂરી રહી.



Rate this content
Log in

Similar gujarati story from Drama