Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

અભાવ

અભાવ

2 mins
7.4K


જય નાનપણથી જ ખૂબ જ દેખાવડો, માસુમ, સમજદાર અને ડાહ્યો. પણ એને ખોટું સહન ન થાય તો ગુસ્સે થતો. મા- બાપ અને દીદી નો લાડકો ભઈલુ. સ્કુલે જવા માટે રેગ્યુલર. કોઈ દિવસ રજા પાડવી ના ગમે. મેથસમાં ૯૮ માકૅસ લાવે ૧૦૦માથી. સ્કુલ મા લંચ બોક્સમાંએની પાસે મમરા કે વઘારેલી ભાખરી સિવાય કશું જ ના હોય. બધા દોસ્તોથી દૂર એકલો બેસી નાસ્તો કરે. મા - બાપની પરિસ્થિતિ સારી ન હતી. ઘણી વખત તો ૧ ટાઈમ જમીને જ સુઈ જતા.

અભાવમાં ઉછરેલો જય, પણ કોઈ માગણી કે કોઈ વસ્તુ માટે જીદ નહીં. વાર તહેવારે કોઈ એ આપેલા રૂપિયામાંથી મોટી બહેનને પેસ્ટ્રી ખવડાવે પણ પોતાના માટે એક રૂપિયો ના વાપરે. એમ કરતા દસમાં ધોરણમાં આવ્યો જય. દસમાના વેકેશનથી જ નોકરી ચાલુ કરી. દસમાં ધોરણમાં ૮૮ ટકા સાથે ઉત્તીર્ણ થયો. સારા ટકા હતા અને જયને સાયન્સ ફેકલ્ટીમાં જવુ હતુ. ૧૨ ધોરણ પછી એન્જિનિયરિંગ કોલેજમાં ઈ.સી એન્જીનિયરિગનુ ભણવા ગયો પણ. કપડાં તો કુટુંબના લોકો એ આપેલા જ પેહરતો. નવા કપડાં ખરીદી પહેરવા રૂપિયા ન હતા.

કોલેજમાં મિત્રો થયા પણ સ્વભિમાન જય પોતાની પરિસ્થિતિ કોઈને ના કહે. ખૂબ જ મહેનત કરી ડિગ્રી મેળવી. પોતાની મહેનતથી પાઇપાઈ જોડી ભેગા કરેલા રૂપિયામાંથી હપ્તે બાઇક લીધી. બધા મિત્રો મોઘા મોબાઈલ વાપરતા પણ જય પાસે તો મા તરફથી ૧૨ ધોરણમાં પાસ થયો એની ગિફ્ટ રૂપે મળેલ ફોન હતો. પણ તોય જય સંતોષી જીવન જીવતો અને મહેનત કરતો. સારી જોબ મળી પણ હરિફાઈ ના આ યુગમાં નિતી નિયમો થી ચાલનાર જય ટકી શક્યો નહીં. બીજી જોબ મળી નોકરી કરી જાતે પોતાના રૂપિયે લગ્ન કર્યા. લોકો બાપ કમાણી પર લહેર કરતાં પણ જયના ભાગે જવાબદારી સિવાય કશું જ ના આવ્યુ.

જય બીજા નુ દુખ જોઈ રડી પડતો અને મદદ કરતો. ગરીબ છોકરાને ભણવામાં યથા શકતી મદદ કરતો. બહુ જ ટેલેન્ટ છે જયમાં એ સારો ફુટ બોલર છે, સારૂ કિકેટ રમી જાણે છે, સારો કૂક છે, સારો મોડેલ બની શકે તેમ છે. અથાગ મહેનત કરી જય પોતાના મા-બાપ અને પત્નીની ઈચ્છાઓ પૂરી કરે છે. પણ પોતાના માટે હાલ પણ કશુ ખરીદતો નથી. સ્વભિમાનથી જીવતો જય પોતાને શું ભાવે કે શું ગમે એ બધુ છોડીને બધાને ખુશ રાખે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational