Bhavna Bhatt

Tragedy

2  

Bhavna Bhatt

Tragedy

આવું વ્યસન

આવું વ્યસન

1 min
152


એક નાતના મેળવડા થકી છોકરાનું સરનામું મળ્યું એટલે છોકરી ( સંજના ) અને એના માતા-પિતા છોકરાનું ઘર‌ અને છોકરો જોવા ગયા...

છોકરાનાં માતા-પિતા તો રાજીના રેડ થઈ ગયા એમને સંજના બહું જ ગમી ..

આડીઅવળી વાતો કરી પછી સંજનાનાં પિતાએ કહ્યું કે તમારો દીકરો દીપ કેમ નથી દેખાતો ?

દીપની મમ્મીએ કહ્યું કે એ તો એનાં રૂમમાં બેસીને પબજી ગેમ રમે છે હમણાં આવશે.

આ સાંભળીને સંજના ઊભી થઈ ગઈ અને બોલી મારે આ લગ્ન કરવા નથી...

દીપનાં માતા-પિતા : પણ કેમ બેટા ?

સંજના આવાં વ્યસની વ્યક્તિ સાથે લગ્ન કરીને હું દુ:ખી થવા નથી માંગતી.

દીપનાં માતા-પિતા એને કોઈ વ્યસન નથી.

સંજના આ પબજી એ સૌથી મોટું વ્યસન છે એમ કહીને એ બહાર નીકળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy