આવો પણ પ્રેમ હોય છે?
આવો પણ પ્રેમ હોય છે?
કરણ અને રૂત્વા બંન્ને સ્કૂલ થી જોડે જ અભ્યાસ કરતાં હતાં. રૂત્વા સ્કૂલથી જ કરણ ને પ્રેમ કરતી હતી. પણ કરણ રૂત્વા ને નહોતો કરતો. પણ બંન્ને ખૂબ જ સારા દોસ્ત હતાં. કરણ નું ઘર ખૂબ જ પૈસા વાળું છે. પણ કરણ ને તેનું અભિમાન બિલકુલ નથી. અને રૂત્વા નું ઘર ખૂબ મધ્યમ છે. રૂત્વા ના ઘરે તેની નાની બહેન, તેના પપ્પા અને તેની દાદી રહે છે.
કરણ અને રૂત્વા એ કોલેજ પણ જોડે જ પુરી કરી. કોલેજ જ માં તો કરણ ની ખૂબ જ ગર્લફ્રેન્ડ હતી. પણ રૂત્વા કદી ના ના પડે. રૂત્વા એ તેના મનની વાત કદી કરણ ને કહી જ ના. અને કહે તો પણ કરણ મેં ખબર ના જ પડે. કરણ ખૂબ જ સરસ માણસ છે. કરણ બધાની મદદ કરવા માટે હંમેશા તૈયાર જ રહે. પણ કરણ ને કદી રૂત્વા ના મનની વાત ખબર જ ના પડી.
બંન્ને ની લગ્નની ઉંમર થઇ ગઈ હતી. કરણ ને તો છોકરીઓ દેખાવાનું શરુ પણ કરી લીધું હતું. અને થોડી જ દિવસમાં રૂત્વા ને ચાલુ કરો દેવાનું હતું. જોત જોતા માં કરણ ને એક છોકરી પસંદ પણ આવી ગઈ. અને કરણ તેને હા પણ કહેવાની તૈયારી માં જ હતો. કરણ રૂત્વા ને મળવા ગયો. કરણ એ તેને પસંદ કરેલી છોકરી કાવ્યા વિશે કહ્યું. કરણ કાવ્યા ના ખૂબ જ વખાણ કરતો હતો. એવામાં રૂત્વા એ કરણ ને રોકી ને કહે છે કે, ' કરણ હું તને કહું કે ચાલ આપણે બંન્ને લગ્ન કરી લઈએ. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તો તું શું કહે??? ' કરણ તરત જ બોલ્યો, ' અરે શું તું પણ અત્યારે મજાક કરે છે. આપણે ખુબ જ સારા દોસ્ત છીએ. અને હંમેશા રહીશું. એના થી આગળ કઈ જ નહીં. ' આટલું સાંભળતા જ રૂત્વા ચૂપ થઇ ગઈ. અને તેના દિલ તીતી ગયું. છતાં કરણ ને ખબર ના પડે તેથી ચહેરા પર મુસ્કાન લઈને કરણ જોડે મસ્તી કરવા લાગી.
કરણ : બોલ ને યાર.. શું કરું??
હા બોલી નાખું ને...
રૂત્વા : અરે હા યાર એમાં આટલું શું વિચારે છે?? જા મારી જાન તું હા કહી દે. હું મારા દોસ્ત ને કુરબાન કરું છું.
કરણ : ચાલ, હવે હું જઈને તરત જ હા કહી દઉં. સાંજે મળીએ રુ...
(કરણ ને જતા જ રૂત્વા ની આંખ પાણી થી ભરાઈ ગઈ )
કરણ ઘરે જઈને તરત જ કાવ્યા ને હા કહું દે છે. અને બંન્ને ના વચ્ચે વાતોનો સિલસિલો શરુ થઇ જાય છે. કાવ્યા અને કરણ બંન્ને ખૂબ જ ખુશ હતાં. અને લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી.
અહીં રૂત્વા ને પણ સગાઇ થઇ ગઈ હતી. અને ત્રણ જ મહિના માં લગ્ન પણ થવાના હતાં. રૂત્વા કરણ ને મળવા જાય છે. પણ કરણ તો કાવ્યા જોડે બહાર ગયો હોય છે તો ફોન પણ જ કહી દે છે. કરણ ખુશ થઇ જાય છે.
કરણ અને કાવ્યા ખૂબ જ ખુશ હતાં. બન્ને સગાઇ અને લગ્ન ની વચ્ચે નો એ ખૂબ સુરત સફર નો આનંદ લઇ રહ્યા હતાં. પણ રૂત્વા ની એવી કિસ્મત ક્યાં હતી. રૂત્વા ના પપ્પા નું અવસાન થઇ ગયું. તો રૂત્વા ના માથે ઘરની બધી જ જવાબદારી આવી ગઈ. તેના દાદા અને નાની બહેન બધું જ હવે રૂત્વા ને જ કરવાનું હતું. તેથી રૂત્વા એ લગ્ન ની તારીખ પાછળ કરવાનું કહ્યું. પણ છોકરા વાળા ના માન્ય તો રૂત્વા ની સગાઇ તોડી નાખી. છતાં રૂત્વા આ દુઃખ થી બહાર આવી ને તેની જવાબદારી ઉપાડી લીધી.
રૂત્વા ને આ બધામાંથી થોડો ચેન્જ કરવા માટે કરણ રૂત્વા ને બહાર લઇ ગયો. રૂત્વા જોડે મસ્તી કરતો. પણ એ દેખી ને કાવ્યા ને ના ગમતું. કાવ્યા ના એ વર્તન રૂત્વાને ખબર પડી ગઈ. કાવ્યા એ રૂત્વાને કરણની સામે જ બોલી,
કાવ્યા : રૂત્વા જો તારે મને અને કરણ ને ખુશ દેખવા હોય તો તારે તારી અને કરણ ની દોસ્તી ને અહીં જ પૂર્ણવિરામ મૂકવું પડશે. નહીંતર હું કરણ જોડે લગ્ન નઈ કરું.
કરણ : કાવ્યા, તું આ શું બોલી રહી છે??? તને કઈ ખબર પડે છે. હું ને રૂત્વા નાનપણથી સાથે જ છીએ. અમારી દોસ્તી કોઈ જ ના તોડી શકે.
કાવ્યા : જો કરણ તારે મારે જોડે લગ્ન કરવા હોય તો તારે આ દોસ્તી તોડવી જ પડશે. તારે શું કરવું છે. એ તું વિચારી લે.
કરણ : પણ કાવ્યા...
( રૂત્વા કરણ ને અટકાવતાં બોલે છે. )
ક્રમશ :