આવી પરીક્ષા
આવી પરીક્ષા
માત્ર એક કાગળ જોઈ આજે દર્શિત ખૂબ ઉદાસ થઈ ભાંગી પડ્યો હતો. પરીક્ષા સ્થળની બહાર પોતાની ગાડી પર બેઠા ઉદાસ મને વિચારી રહ્યો હતો કે, " સરકારી નોકરી મેળવવા છેલ્લા છ મહિનાથી પ્રાઈવેટ નોકરી મૂકી સતત પંદર-પંદર કલાક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી. પેપર પણ ખૂબ જ સરસ રહ્યું, કેટલો ખુશ હતો હું..!"
આંખોમાં પાણી સાથે દર્શિત હજુ રવિએ જે કાગળ બતાવ્યો હતો તેનું વિચારી વધુને વધુ દુઃખ અનુભવી રહ્યો હતો.
