આટલું ન કરો
આટલું ન કરો
આટલું ન કરો અને માણસાઈ જાળવી રાખો તો માણસ તો બની રહેશો. કોઈનું ભલું નાં કરો તો કંઈ નહીં કોઈનું બુરૂ તો ના જ કરો.
કોઈ માટે પગથિયું નાં બની શકો તો કંઈ નહીં પણ કોઈ માટે ખાડો તો ના જ ખોદો. કોઈને દુવા ન આપી શકો તો કંઈ નહીં પણ કોઈ માટે બદદુઆ તો ન આપો. કોઈ નું સારું નાં કરી શકો તો કંઈ નહીં પણ કોઈ નું અહિત તો ન જ કરો. કોઈનું મંગળ ના કરી શકો તો કંઈ નહીં પણ કોઈનું અમંગળ તો ન જ કરો. કોઈનાં દુઃખમાં સહભાગી ન થઈ શકો તો કંઈ નહીં પણ કોઈનાં દુઃખની હાંસી તો ન જ ઉડાવો.
કોઈની ખુશી કે સુખ જોઈને રાજી ન થાવ તો કંઈ નહીં પણ કોઈની ઈર્ષા કે કોઈની માટે ગમેતેમ તો ન જ બોલો.
કોઈની સફળતા માટે એને અભિનંદન ના આપો તો કંઈ નહીં પણ કોઈનું મોરલ તો ન જ તોડો..
કોઈની મહેનતથી મળેલી સફળતાને નસીબદાર છે એમ કહીને હતોત્સાહ ન જ કરો.
કોઈને પ્રેરણા ના આપો તો કંઈ નહીં પણ એ રસ્તો ખોટો છે એમ કહીને એને ગભરાવો નહીં.
કારણકે ઉપરવાળો લેખાંજોખાં લઈને બેઠો જ છે.
તમે બત્રીસ પકવાન ખાવ છો ને જાતને બુધ્ધિશાળી સમજો એનો વાંધો નથી.
પણ બીજા શાક, રોટલી તો ખાતાં જ હોય અને ભગવાને એમને પણ હોંશિયારી ને બુધ્ધિ આપી જ હોય છે માટે ખોટું ન કરો. થાય તો સારું કરો..
સારું બોલો.. કંઈ એવું થાય કે આપણું જ બોલેલું આપણે ગળવું પડે.
ચેહર મા સૌનું કલ્યાણ કરશે.
