આતંકવાદી
આતંકવાદી


શહીદોના કોફીન્સ ગોઠવાઈ ગયાં હતાં. બધાની સફેદાચ્છાદિત વિધવાઓ કતારબંધ રીતે કોફીન્સ પર લાલ રાઉન્ડ બુકે મૂકી રહી હતી.
બે મિનિટના મૌનમાં ન્યુઝ લાઈન, સ્પીચ, પોસ્ટ્સ, વળતર, કાવ્ય પંક્તિઓ, કેન્ડલ માર્ચ, મુદ્દાઓ ઘુમરાઈ રહ્યાં હતાં. મેજરનાં સેલફોન પર કોફીન્સના તાજા ફોટોઝ આવતાં તે તાડુક્યા...
" આતંકવાદી મુરદાબાદ."