Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

આત્મબળનું મહત્વ

આત્મબળનું મહત્વ

2 mins
18


આજે દસ દિવસથી પથારીમાં પડી હતી ભારતી. આજથી છ વર્ષ પહેલાં પણ કમરમાં મણકા, ગાદીમાં જગ્યા અને સાયટીકા નસ દબાઈ જવાથી સ્પાઈન સ્પેશિયલ ડોક્ટર ભરત દવે એ છ મહિના ટોટલી બેડરેસ્ટ કરાવી દીધી હતી. પણ ત્યારે દિકરો પરણાવવાનો બાકી હતો એટલે આત્મબળ ડગ્યુ નહીં. અને ચેહર મા, દયાળુ દાદાની કૃપા અને ગુરુ અનસૂયામાની હિલીગ, દુવાઓથી હરતી ફરતી થઈ ગઈ અને ઓપરેશનમાંથી પણ બચી ગઈ.

પણ આ વખતે કાનનાં દુખાવાની દવા લેવા ગઈ અને સ્કૂટર પરથી પડી ગઈ એટલે એટલી ડરી ગઈ ભારતી કે‌ હવે એ પેહલાની જેમ હરી ફરી નહીં શકે. ડોક્ટરને બતાવ્યું, એકસરે કરાવ્યો એમાં કરોડરજ્જુ નાં છેલ્લા છેડાંમાં (આંતર પૂંછમાં) વાગ્યું એટલે બેસી પણ ના શકાય એવો અસહ્ય દુખાવો થાય. ના પડખું ફરી શકાય.

ડોક્ટરે બેડરેસ્ટ કરાવી દીધી.. દવા, ટયુબ, ગરમ પાણીનો શેક કરવાનો કહ્યું. પંદર દિવસ પછી સારું હોય તો કસરત કરવાની કહી. પણ ભારતી તો પથારીમાં પડી પડી આત્મબળથી પણ પથારીવશ થઈ ગઈ. ડોક્ટરે થોડું ઘણું ચાલવાનું કહ્યું હતું પણ ભારતીના મનમાં બીક ઘૂસી ગઈ હતી કે હું પડી જઈશ તો ! ઘરનાં લોકો એ સમજાવ્યું તું પ્રયત્ન કર, ઉભી થા અમે તને પડવા નહીં દઈએ... " એક વાર પડયા એટલે વારે વારે થોડું એવું થાય ?"

પણ ભારતી તો ના, ના, ને ના જ કહેતી રહી. એકાએક સવારે પરોઢિયે ગુરુ અનસૂયા મા ભારતીને‌ સ્વપ્નમાં આવ્યા. માથે વ્હાલ પૂર્વક હાથ ફેરવ્યો અને કહ્યું, "‌કેમ છે તું બેટા !' મમતાભર્યા હાથનો સ્પર્શ થતાંજ ભારતીથી રડી પડાયું અને રડતાં રડતાં બોલી

"જય ગણેશ મા"

"જય ગણેશ બેટા"

બેટા તું ઉભી કેમ નથી થતી ?

"ભારતી... હું પડી જઈશ તો !"

અનસૂયા મા : " બેટા સાંભળ તેં કેટલાંયને મદદ કરી છે આજે તું તારી જાતને મદદ કર. બે પગ પર ઉભી થા તને કશું જ નહીં થાય. આ શરીર નશ્વર છે એનો મોહ ના ક. " તારાં આત્મબળનું મહત્વ સમજ."

પોતાને મજબૂત કર ઉભી થા બેટા. જો હું તારાં માટે સવારની ગરમાગરમ ચા, નાસ્તો લઈને આવી છું. પણ ઉભી થા અને અને અહીં ગેલેરીમાં ચા પીઈએ સાથે."

અનસૂમાના વચનો ભારતીના મન, મગજમાં ધસી આવ્યા. એકાએક એણે પગ બીજાનાં હોય એમ દુઃખાવાની પરવા કર્યા વગર પગ સીધા કર્યા અને આત્મબળનું મહત્વ છે એમ વિચારીને પડખું ફરતાં પણ બૂમો પાડતી એણે પડખું ફેરવ્યું એનામાં નવી શક્તિનો સંચાર થયો અને પંલગની કિનારીનો ટેકો લઈને ઉભી થઈ ગઈ અને બે ડગલાં ચાલી.

"પણ આ શું અનસૂમા તો હતાં નહીં."

ભારતી રડી પડી કે આ તો સ્વપ્ન હતું પણ અનસૂ માએ આવીને આત્મબળનું મહત્વ સમજાવ્યું અને એ પથારીમાંથી બેઠી થઈ શકી.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational