આશરો
આશરો


અનિલ ભાઈ શેઠ નાતના આગેવાન હતા. નાતમાં બધા એમને પૂછીને જ કામ કરતા. અનિલ ભાઈને મોટો દિકરો અને એક નાની દીકરી હતી. દિકરાના લગ્ન નાતની છોકરી સાથે કરાવ્યા. બે વર્ષ પછી દીકરી આયેશાને પર નાતના છોકરા સાથે પ્રેમ હતો તો ભાગીને લગ્ન કરી લીધા અને પપ્પાને પગે લાગવા સજોડે આવી. અનિલભાઈએ એને ઘરમાં બેસવા પણ ના દીધી અને જમાઈ અને આયેશાને ના બોલવાના શબ્દો બોલી અપમાનિત કરીને કાઢી મુક્યા.
પાંચ વર્ષ પછી આયેશા સજોડે શહેરના પ્રખ્યાત મંદિર દર્શન કરવા ગઈ તો બહાર ભિખ માગવાવાળાની લાઈનમાં મા-બાપને જોઈ ચમકી ગઈ. તે દોડીને અનિલભાઈને પગે લાગી અને પુછ્યું, 'પપ્પા તમારી આ હાલત.' અનિલ ભાઈ રડી પડ્યા અને કહ્યું 'દિકરા પર મુકેલો ભરોસો ભારે પડ્યો. એણે બધુ પોતાના નામ પર કરી અમને ઘર બહાર કાઢી મુક્યા.' આયેશાએ આગ્રહ કરી એના ઘરે લઈ આવી કે આ તમારુ જ ઘર છે. અનિલભાઈ મનમાં પશ્ચાતાપ કરી રહ્યા કે જેને ઠુકરાવી એને ત્યાં જ આશરો લેવો પડ્યો.