"આશાનું કિરણ"
"આશાનું કિરણ"
"આશાનું કિરણ". અવાજ-" હે પ્રભુ,અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો.અમને હંમેશા સત્યના માર્ગે લઈ જજો,જેથી માનવ જાતનો ઉત્કર્ષ થાય.". કિરણનો સ્ટેજ પર પ્રવેશ થાય છે.
કિરણ-" હે પ્રભુ,આ દેશનું શું થવા બેઠું છે? એક તરફ કોમી દાવાનળ અને બીજી તરફ આતંકવાદ." અરર...."ના સમજીનું કામ માનવી અહીં કરતો જાય છે, માસુમનું લોહી જોઈ પ્રભુ પણ શરમાઇ જાય છે."
અમર નો સ્ટેજ પર પ્રવેશ થાય છે.
અમર -" આ હિંસા અને આતંકવાદે માઝા મુકી છે. શું ખરેખર ભગવાન-ઈશ્વર આ દુનિયામાં છે?"
કિરણ-"અમર,અત્યારના સમાજમાં ધન સર્વસ્વ થઈ ગયું છે.ધનની લાલસા માણસને ભ્રષ્ટાચારી બનાવે છે, ત્યારે તે ભગવાનથી દૂર થઈ ગયો કહેવાય.".
અમર -"હા,કિરણ તારી વાત સાચી છે. માણસ નૈતિકતા ગુમાવી બેઠો છે. અનૈતિકતા અને અસત્યના કારણે જ હિંસાનો જન્મ થાય છે."
કિરણ -"અત્યારે જરુર છે નૈતિકતાની અને સત્યની. સમાજની શક્તિને યોગ્ય માર્ગે લઈ જાય તેવા વ્યક્તિ કે સંઘ સમાજની જરુરત છે. જેથી આખો યુગ પલટાવી શકાય."
અમર -" કિરણ,આના માટે વિચારક્રાંતિની જરુર છે. જન સુધારની જરુર છે. ભારતના ગામે ગામ વૈચારિક ક્રાંતિ દ્વારા જન સુધારની જરુર છે. આની પહેલ આઝાદી માટે ગાંધીજીએ કરી હતી, ને ભારત આઝાદ થયું હતું. શું હાલમાં આવા વ્યક્તિ કે સમુહનો શુન્યવકાશ છે?".
કિરણ -"પ્રેમ થી જીતાય છે પશુ ને, પ્રેમથી જીતાય છે કુદરત ને, માનવી જીતાય છે હવે તો, માનવ પ્રેમી બનીને તો".
અમર આની શરુઆત આપણાથી જ કરીએ તો સારુ."
અમર -"કિરણ, દરેક મનુષ્ય ના હ્રદયમાં ભગવાન વસેલા છે.તેમને ઓળખવાની જરુર છે.આપણે આપણી શક્તિ ને ઓળખવાની જરુર છે."
કિરણ - " મારું માનવું છે કે શુભ રસ્તે ઉપયોગમાં લીધેલી શક્તિ મનુષ્યને મહાન બનાવે છે અને અશુભ રસ્તે વેડફેલી શક્તિ માણસને પતનના માર્ગે લઈ જાય છે."
અમર -" હા,આપણે ધરતી કંપ પછી નવસર્જનના કામોમાં ગુજરાતની પ્રજાની શુભ શક્તિનો અનુભવ થયો હતો."
કિરણ -" અમર , સમાજ ના કેટલાક ભટકી ગયેલા માણસોની શક્તિ અશુભ રસ્તે વળી હતી, તેની વિનાશકતાનો પણ આપણને અનુભવ થયો હતો."
અમર -" તો કિરણ શું આના માટે કોઈ સારો રસ્તો છે કે જેથી સમાજની શક્તિ ખોટાં કામોમાં ના વળે?."
કિરણ -" દુષ્ટને દુર કરવા પર દુષ્ટતા દુર થતી નથી, દુષ્ટતા દુર કરવા માટે સદભાવના જગાવવી પડશે." " કહી ગયા છે ઋષિ મુનિઓ, વિચારશક્તિને વેગ આપીને,માનવતાના કર્મમાં ,જગતનું કલ્યાણ છે."હા, મને એક આશાનું કિરણ દેખાય છે. એક એવા સમાજની રચના કરવી જોઈએ,જે સત્ય પર આધારિત હોય,જે નેક હોય અને સમાજના તમામ પ્રશ્નો અહિંસાના માર્ગે ઉકેલી શકે જેમાં ભ્રષ્ટાચારને સ્થાન ના હોય."
કિરણ અને અમર -" આવો ,આપણે આવા સમાજની રચનાના ભાગીદાર થઇએ જે "માનવ ધર્મ" પર આધારિત હોય. ચાલો આપણે ' માનવ પ્રેમ 'નો ઉત્સવ ઉજવીએ." " આયો ઉત્સવ આજ આપણો, મનમંદિર ખોલવાનો, સમદ્રષ્ટિ ને શુદ્ધવાણી સંસ્કૃતિ ટકાવવા નો."અવાજ --" માનવ એવો બનશે કે, મારો પ્રભુ રાજી રે,માનવધર્મની સ્થાપના, એ પુનઃ કરશે રે." યુગ બદલાય છે માનવ બદલાય છે,એ યુગ નું લક્ષણ છે, દુષ્ટતા જાય માનવતા આવે,એ સતયુગ નું લક્ષણ છે.".
" માનવ બનવાનો નેક,એક ધર્મ એક દેશ." સત્યમ્ શિવમ્ સુંદરમ્.