આશાબેનની લાગણી
આશાબેનની લાગણી
આશાબેન અને તેનો પરિવાર અમદાવાદ શહેરમાં રહેતા હતા. તેઓ ખૂબ સમૃદ્ધ અને શિક્ષિત હતા. તેણી એક પ્રાથમિક શાળાના શિક્ષિકા હતા. તેમના પતિ શ્રીમાન ભરતભાઈ એક કંપનીમાં મેનેજર હતા. તેમની આવક એક મહિનાની લગભગ એકાદ લાખ રૂપિયા જેવી હતી. એમના ઘરમાં લક્ષ્મીની છોળો ઊડતી હતી.
તેઓ તેમના સાસુ સસરા અને તેમના બે સંતાન ત્યાં સાથે જ રહેતા હતા. આશાબેન ખૂબ જ લાગણીશીલ. તેમની મમતાના સાગરમાં તે પોતાના પરિવારને તો નવડાવે પરંતુ આડોશપાડોશ તેમજ તેમના શાળાના બાળકો પર પણ તેમની લાગણીની ધારા સતત વરસતી રહે.
પરંતુ શહેરના આ દુષિત વાતાવરણ આગળ તેમની લાગણી જાણે ટૂંકી પડી હોય તેમ લાગ્યું. તેમના સાસુ સસરા, અને તે પતિ પત્ની તરફથી લાગણીની મળેલી ભેટ તેમના બાળકો જાણે પળવારમાં જ ભૂલી ગયા.
તેમનો મોટો છોકરો કાપડની મિલમાં મેનેજર બની ગયો. અને નાનો છોકરો એક પ્રાઈવેટ કંપનીમાં લાગી ગયો. શહેરના વાતાવરણ એમના પર એટલી ઊંડી અસર જાણે કરી હોય. કે તે બંનેએ લગ્ન થતાં તરત જ તેમના માતા પિતા પાસેથી બધી સંપત્તિ પડાવી લીધી અને તેમને ઘર બહાર કાઢી મૂક્યા. એમ કહીને કે અમારી પત્નીને તમે રોકટોક કરો એ પસંદ નથી.
આશાબેન તો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. મારી લાગણીમાં એવી તે શી ખોટ રહી ગઈ કે અમારી સાવ આટલી જ કદર. વીસ વર્ષનો અમારો પ્રેમ બસ પળવારમાં ભૂલાઈ ગયો. ભરતભાઈએ તેમને સમજાવવા કોશિશ કરી, આ વાતાવરણ જ એવું છે. તું તારી લાગણીને ઓછી ન ગણ.
એ લોકો તારી લાગણી સમજી ન શક્યા. એમાં તારી ભૂલ નથી આશા. સમય પસાર થવા દે તેમને ઓટોમેટિક જ્ઞાત થશે તારી લાગણી. ત્યારે એ લાગણી સમજનાર કદાચ એની પાસે કોઈ ન હોય.
બોધ- બીજાની લાગણી સમજો. સમય પસાર થઈ ગયા પછી પસ્તાવું પડશે.
