આશા
આશા
લગ્નને પાત્રીસમાં વરસે સવારે પિયુષે ચા બનાવી આશાને ઉઠાડી કહ્યુ, 'ગુડ મોઁનિગ ચા અને નાસ્તો તૈયાર છે.' આશાના મનમાં ખુશીની લહેર ફરી વળી. આશા એ મનોમન માતાજી અને ગુરૂ માનો આભાર માન્યો કે આજે પિયુષમાં પરિવર્તન આવ્યું છે. જેની એ કલ્પના કરતી હતી એ પૂરી થઈ. આશા એ બ્રશ કરી ગરમ ગરમ ચા નાસ્તો કયોઁ. પિયુષનો આભાર માન્યો.
આશા અને પિયુષને બે સંતાનો હતા. મોટી દીકરીને લવ મેરેજ કરાવી આપ્યા હતા. દીકરાના લગ્ન બે વષૅ પહેલા કરી દીધા હતા. બાળકો પોતાની દુનિયામાં સુખી હતા.
બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો આશા પોતાના રૂમમાં એકલી બેઠી જૂની યાદોમાં ખોવાઈ ગઈ. આશા વીસ વર્ષની જ હતી અને એના લગ્ન પિયુષ જોડે નક્કી કર્યાં. આશાને એક મોટો ભાઈ હતા. આશા ને પપ્પા બહુ જ વહલા હતા. આશા નાના ગામમાં મોટી થયેલી. એને બાર ધોરણ પાસ કયુઁ હતુ. અમદાવાદ આશાના પપ્પા કોઈ સગા ધ્વારા બતાવેલ છોકરો જોવા ગયા હતા. પપ્પાને (પિયુષ) ગમી ગયો એમણે ઘેર આવી વાત કરી છોકરો દેખાવે સારો છે. પપ્પા અને ભાઈ હા પાડીનેજ આવ્યા હતા. આશા માટે પિયુષનો ફોટો લેતા આવ્યા હતા.
આશા એ ફોટો જોયો લાંબા વાળ કપાળે રૂમાલ બાધેલો દેખાવે સારો હતો. પપ્પા હા પાડીને આવ્યા હતા આશાને ના પાડવાનો પ્રશ્ન જ ન હતો. સગાઈ થઇ અને ત્રણ મહિનામાં લગ્ન થયા. લગ્નના બીજા જ દિવસે પિયુષ દારૂ પીને આ
વ્યો અને આશાને મારી આશાના મોંમા થી લોહી નીકળી ગયુ. આશાનો વાંક એટલો જ કે તેણે પિયુષને પૂછ્યું, 'તમે મોડા કેમ આવ્યા ?'
પિયુષ કહે, 'હુ જેમ કરૂ અેમ તુ પુછનારી કોણ ? મારી મરજી હું જે મને ફાવશે એમ જ કરીશ અને રહીશ.'
આશા ગભરાઈ ગઈ મા - બાપના ઘરે તો કોઈ એ આંગળી પણ અડાડી ન હતી. ધીમે ધીમે આશાને પિયુષ ના અવગુણ ખબર પડવા માંડયા કે આ તો પોતાના એરિયાના ડોન છે અને એમને સુધારવા જ ઘરનાએ લગ્ન કરાવ્યા . બાપની મિલકત હતી તો બાપના રૂપિયે લહેર કરવી સિગરેટ પીવી, દારૂ પીવો, પડીકી ખાવી, મારામારી કરવી આ જ ધંધો હતો.
માતા પિતાના સંસ્કાર હતા એટલે આશા ઘર છોડીને પિયર જવા નહોતી માગતી. આશા બધુ જ સહન કરી રહેતી. આમ ચોવીસ વર્ષે બે બાળકોની મા બની. છોકરાઓને મોટા કરવા અને સંસ્કારી બનાવવ માટે આશાએ ખુબ મેહનત કરી. છોકરાને ભણાવતી અને પિયુષને પણ સમજાવતી કે આ બધુ છોડીને શાંતિથી જીવો. ધીમે ધીમે પિયુષ છોકરાના પ્રેમ અને આશા માટે એક એક વસ્તુ છોડવાની ચાલુ કરી. અને આજે બધુ જ છોડી નોકરી ચાલુ કરી પરિવારને ખુશ રાખે છે અને પત્નીને પણ.
આશા વિચારોમાંથી બહાર આવી અને પોતાને મળેલા નવા જીવનનો આનંદ માણી રહી હતી. મંદમંદ મલકી રહી હતી કે, એક જમાનાના ભાઈ આજે ગાય બની ગયા છે ! એની પાછળનુ કારણ આશાના ત્યાગ અને બલિદાન, જેના ફળ મળ્યા આખા પરિવાર ને.