STORYMIRROR

Pooja Patel

Romance Tragedy

4  

Pooja Patel

Romance Tragedy

આપણો સાથ

આપણો સાથ

1 min
370

મળ્યાં આપડે અજાણ્યાંની જેમ

પણ વિશ્વાસ હતો જાણે જન્મો જનમનો

સાથે રહેવાવાળા ક્યારે વિશ્વાસઘાતી નીકળ્યાં

પણ મળ્યો તારો સાથ એ પળનો


શરૂ થઈ પછી આપણી વાર્તા

જેના આપણે હતાં કિરદાર કર્તા

આપણે ત્યાં સુધી આપણે હતાં

જ્યાં સુધી ત્રીજા લોકો બહારના હતાં


કેમ આવવા દીધાં ત્રીજા લોકોને વચ્ચે ?

દરાર પડી તો ક્યાં આપણા જ સંબંધોની વચ્ચે

કેમ તમે માન્યતા આપી બીજાને ?

એક વાર તો આપવી'તી પ્રાધાન્યતા પોતાને


મતભેદોની મારામારીનો ફાયદો ઉઠાવીને

લોકો એ બનાવી મનભેદની દીવાલોને

ને એ દીવાલોની પેલે પાર ફસાયા આપણે બંને

એકબાજુ તમે એકબાજુ હું આપણે બંને

 

વચ્ચે દીવાલ આવી જેને ખાલી તોડી શકો છો તમે

નતો મારો વાંક કોઈ ન તો તમે સાંભળી સફાઈ

લોકો વચ્ચે આવતાં ગયાં અને લાગણી મારી ચિરાઈ

વિશ્વાસ તમે મારી પર કાશ એકવાર રાખ્યો હોત !

આપડા પ્રેમરૂપી વૃક્ષમાં વસંત જ વસંત હોત !


Rate this content
Log in

Similar gujarati story from Romance