આપણા દ્રારા
આપણા દ્રારા
પપ્પા મારે તમને કંઈક પૂછવું છે.
હા બેટા બોલને. હું તારા દરેક સવાલના જવાબ આપીશ.
પપ્પા પહેલા તમે મને કહો કે તમે મુંજવણમાં તો નહીં મુકાઈ જાઓને ?
( ખુબ જ ધીમા અને પ્રેમથી )
ના બેટા, મારાં જોડે તારા બધા જ સવાલના જવાબ છે. તું પૂછ તો ખરા.
ઓકે પપ્પા.
પપ્પા બીજો એક સવાલ તમે મારો સવાલ સાંભળીને મને ચાલ, હવે ભણવા જતો રે. એવુ તો નહીં બોલો ને ?
ખુબ જ શાંત સ્વરે જવાબ આપતાં, ના બેટા, તારે જે કહેવું હોય જે પૂછવું હોય એ પૂછી લે.
ફરીથી એ જ સવાલ પૂછતાં, પપ્પા સાચ્ચે ને ?
હવે ધીરજના બાણ તૂટે છે અને થોડા ઊંચા આવજે બોલે છે. અરે બેટા તારે જે પૂછવું હોય એ પૂછી લે ને આમ શું ગોળ ગોળ ક્યારનોય વાતો કરે છે. એક સવાલ પૂછવા માટે આગળ ના આ બધા સવાલની ક્યાં જરૂરત હતી. સીધે સીધું પૂછને. આ શું બૈરાં જેવું ગોળ ગોળ વાત કરવાની ટેવ પડી ગઈ છે. બોલ ચાલ હવે. જે પણ કંઈક હોય એ. તું કંઈક ખોટું તો કરીને નથી આવ્યો ને ?
અરે ના પપ્પા.. મેં કંઈક જ ખોટું નથી કર્યું.
તો શું ક્યારનોય સમય બગાડે છે. તને ખબર નથી કે સમય કેટલો ઈમ્પોર્ટન્ટ છે. તમારા ભણવામાં નથી આવતું. કે સ્કૂલની ફી ભર્યા છતાં બસ જવા ખાતર જઈ ને આવે છે. સમયની કિંમત કરો. તો સમય તમારી કરશે.
તું બોલ તારે શું પૂછવું છે.
હા પપ્પા, હવે મને આશા છે કે લગભગ તમે મને આનો જવાબ આપી શકશો.
હા તો બોલ ને જલ્દી...
પપ્પા આપણાં દેશ માં આપણા દ્રારા જ સ્વછતા અભિયાન ચાલે છે. તો આ દરેક નદી કિનારે વિસર્જન ના નામે આપણા જ દ્રારા ભગવાનની મૂર્તિઓથી નદી કે તળાવ ને કેમ ગંદા કરવામાં આવે છે ? અને આપણા દ્રારા જ પાણીમાં રહેતા જીવ ને નુકશાન પહોંચાડવામાં આવે છે?
બંને બાજુ 2 મિનિટ નો મૌન છવાઈ ગયો ને. અને રાજુ ને તેનો જવાબ ના મળતા તેના પપ્પા સામે એકીટસે દેખી રહે છે.