STORYMIRROR

Sanjaykumar B Dohat

Abstract Children Stories Children

3  

Sanjaykumar B Dohat

Abstract Children Stories Children

આજનો વિદ્યાર્થી અને મોબાઇલ

આજનો વિદ્યાર્થી અને મોબાઇલ

2 mins
322

21મી સદી એટલે ટેકનોલોજીની સદી. શિક્ષણના ક્ષેત્રમાં પણ ટેકનોલોજી વધુ ઉપયોગ જોવા મળે છે. વિદ્યાર્થીઓના જીવનમાં મોબાઈલ ફોનનો મહત્વ ઘણું વધી રહ્યું છે. શાળાઓ કે કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોરોના મહામારીને કારણે આજકાલ મોબાઈલ ફોન રાખવો અનિવાર્ય છે, કારણ કે તેમનો શૈક્ષણિક અભ્યાસ ઓનલાઈન ચાલુ રાખવા માટે. અમુક ગરીબ વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનની સગવડ હોતી નથી. જયારે અમુક વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનની સગવડ હોય ત્યારે વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન પર વધુ સમય હોય છે. તેઓ માત્ર ઓનલાઈન કલાસ માટે જ નહીં પણ તેઓ તેનો ઉપયોગ મનોરંજન હેતુઓ જેવી કે મુવીઝ, ગેમ્સ, સોશિયલ મીડિયા વગેરે માટે વધુ ઉપયોગ કરે છે.      

જેના કારણે તેમની એકાગ્રતા અને તેના અભ્યાસમાં વિતાવેલો સમય મોટા પ્રમાણમાં ખોવાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનમાં વધુ પડતા ઉપયોગથી તેમની એકાગ્રતાનો અભાવ જોવા મળી શકે છે. છેવટે તેમનો મન નિષ્ક્રિયતા તરફ દોરી જાય છે. મોબાઈલ ફોન જેવી ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ પર સીધો પ્રભાવ જોવા મળે છે. પછી તે સકારાત્મક રીતે હોય કે તે નકારાત્મક રીતે હોય. જો કોઈ વિદ્યાર્થી મોબાઈલ ફોનનો ઉપયોગ શૈક્ષણિક હેતુઓથી કરે તો તે સકારાત્મક કહેવાય. તેનાથી તેને ફાયદો થશે. જો કોઈ વિદ્યાર્થી મોબાઈલ ફોનનો ઉપયોગ લાંબા સમય સુધી ફોન ચેટિંગ કે ગેમ્સ પર સમય વિતાવે તો ચોક્કસ પણે તેના પર નકારાત્મક અસર કરશે. શિક્ષણમાં ઘણી એપ્લિકેશનનો જે શિક્ષણ સબંધિત છે. તેના વિશે જાણતા હોવા છતાં, વિદ્યાર્થીઓ તેમનો મોટા ભાગનો સમય વિવિધ પ્રવૃત્તિઓમાં પસાર કરે છે. જેવી રીતે, વારંવાર સંગીત સાંભળવું, મોબાઈલ ગેમ્સ, ચેટિંગ અને મિત્રોને વારંવાર ફોન કરવા, સોશિયલ મીડિયાને અનુસરે છે. વિદ્યાર્થીઓ મોબાઈલ ફોનનો 24 કલાક ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમા ચિંતા, તણાવ, હતાશા અને કેટલીક સમસ્યાઓ છે જે વિદ્યાર્થીઓના મનની મુંઝવણભરી સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ પોતાના માટે લશ્યો નકકી કરવામાં નિષ્ફળ જાય છે. તેના કારણે આત્મવિશ્વાસ ગુમાવે છે અને વિદ્યાર્થીઓ આક્રમકતામા વધારો જોવા મળે છે. ઘણી વાર મોબાઈલ ફોન દરેક સમયે તેમની બાજુમાં રાખવાનું શરૂ કરે છે. તેઓ સતત તેમનો મોબાઈલ ફોન ચેક કરે છે. રાત્રે સુવા છતાં તેઓ તણાવમુક્ત થતાં નથી. ખાસ કરીને આજકાલ વિદ્યાર્થીઓમા સોશિયલ મીડિયાનો એટલો વ્યસની બનાવી દીધાં છે કે તેઓ તેમના મિત્રો, કુટુંબ અને શૈક્ષણિક વાતાવરણથી દૂર થઈ ગયા છે. સોશિયલ આઈસોલેશના ભોગ બન્યા છે.  શિક્ષણના મહત્વના વષૉમા સારૂ પરિણામ મેળવી શકતા નથી. ભવિષ્યમાં કારકિર્દી માટે ગંભીર પ્રશ્નો ઉદભવી શકે છે.            

ટૂંકમાં, મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગથી વિદ્યાર્થીઓ માટે હાનિકારક છે. શૈક્ષણિક, માનસિક કે શારીરિક વગેરે ખૂબ નુકસાનકારક જોવા મળી રહ્યો છે. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract