Mayur Rathod

Drama Romance Tragedy

4  

Mayur Rathod

Drama Romance Tragedy

આઈ મીસ યુ

આઈ મીસ યુ

5 mins
279


આજે મકરસંક્રાંતિ હતી. આકાશે રંગબેરંગી પતંગ આમ તેમ ઊડી રહી હતી. પંખીઓને તો આજે ઉપવાસ હોય એવું લાગતું હતું તો જે જે બહાર નીકળ્યા એમનો છેલ્લો દિવસ હતો ! નાના-મોટા સૌ પતંગ ઊડાડવા માટે અગાસી પર ચડી ગયા હતાં. કોઈનો પતંગ કપાતા તો કોઈનો પતંગ કાપી લોકો ચિચિયારીઓ નાખતા હતાં. આકાશે તો પતંગોનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. થોડીવારમાં રાધિકા પણ અગાસી પર આવીને આમતેમ જોવે છે. રાધિકા મકરસંક્રાંતિના હળવા પવનનો અહેસાસ કરતી હતી.

     થોડીવાર રાધિકા અગાસી પર આમતેમ આંટા મારે છે તો એટલામાં અગાસી પર એક કપાયેલી પતંગ આવેલી જોવે છે અને હાથમાં પકડીને પતંગને નીરખીને જોવે છે. પતંગ પર લખેલા લખાણ જોઈને રાધિકા આશ્ચર્યચકિત થઈ જાય છે. પતંગ પર લખેલા શબ્દો જોઈને રાધિકાની આંખો છલકાઈ જાય છે. તે ક્ષણિક માટે પોતાના અતિતમાં ખોવાઈ જાય છે.

     દસ-પંદર વર્ષ પહેલાં રાધિકા અને યશ બંને એક જ અગાસી પર પતંગ ઊડાડતા હતાં. બંને એકબીજા માટે બહુ જ ખાસ હતાં. અને જો રાધિકા અને યશ જોડે ન હોય તો એવું લાગે જાણે ભગવાન વગરનું મંદિર હોય ! બંનેનું બાળપણ એક જ ફળિયે વીત્યું હતું અને બંને એક સાથે જ મોટા થયા હતાં. રાધિકા અને યશ વચ્ચે આજ સુધી ક્યારેય જરાપણ અબોલા થયા ન હતાં. રાધિકા અને યશના પરિવારમાં પણ સારો મજબૂત ઘરોબો હતો.

     દર વર્ષે મકરસંક્રાંતિ આવે એટલે રાધિકા કંઈક અલગ જ મિજાજમાં આવી જાય. રાધિકાના મનનો તહેવાર એટલે જ મકરસંક્રાંતિ. વહેલી સવારથી જ રાધિકા અને યશ બંને અગાસી પર પતંગ ઊડાડવા ચડી જતા હતાં. યશ પણ રાધિકા જેવો જ મકરસંક્રાંતિ પાછળ ઘેલો હતો. આ વર્ષે યશના મામાનો દીકરો પણ મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે યશના ઘરે ભાવનગરથી રાજકોટ આવ્યો હતો. રાધિકા, યશ અને અમન એમ ત્રણેયે ઘણી બધી પતંગ ઊડાડી અને ઘણા બધાની પતંગ કાપી પણ ખરી.

     રાધિકા આમ તો અમનને બાળપણથી જ ઓળખતી હતી. રાધિકા અને અમન બંને એક ઉંમરના જ હતાં બસ રાધિકા અમન કરતા એકાદ બે મહિના મોટી હશે. પરંતુ મોટા થયા પછી ઘણા સમય પછી અમન યશના ઘરે મકરસંક્રાંતિની ઉજવણી કરવા આવ્યો હતો. અમન દિલ્લીની એક આર્મી સ્કૂલમાં ભણતો હતો. તથા ભણતર પૂરું થતાની સાથે જ અમનને લદાખમાં મેજર તરીકે નિયુક્તિ મળી ગઈ હતી અને તે છેલ્લે પાંચ-છ વર્ષથી ત્યાંજ હતો.

     અમન બાળપણથી જ યશના ઘરે મકરસંક્રાંતિનું વેકેશન કરવા આવતા હતો. મકરસંક્રાંતિના દિવસે રાધિકાનો વારો તો ફીરકી પકડવાનો જ આવે. જ્યારે પણ પતંગ ઊડાડવાનો મોકો મળે તો કાં તો પવન ન હોય નહીં તો રાધીકાની પતંગ હજી આકાશને સ્પર્શી હોય ત્યાં તો કોઈ બીજી પતંગ આવીને રાધિકાની પતંગને કાપી જાય. આવું જોઈને યશ અને અમન ખડખડાટ હસવા લાગતા હતાંં અને રાધિકાને ચીડવતા હતાં.

     સમય જતાં રાધિકા અને અમનની મિત્રતા પ્રેમમાં પરિણમે છે. રાધિકા હવે દર વર્ષે મકરસંક્રાંતિની અમન માટે રાહ જોતી હતી કે ક્યારે હવે અમન આવશે ! બનતું પણ આવું જ અમન પણ હવે દર વર્ષે રાજકોટ જ મકરસંક્રાંતિ કરવા આવતો હતો. રાધિકા અને અમનની પ્રેમની પતંગ હવે ઊંચા આકાશે ઊડવા લાગી હતી. હવે બંનેના દિલના માંજા એકબીજામાં ગૂંચવાઈ ગયા હતાં. છેલ્લે મકરસંક્રાંતિના દિવસે બે-ત્રણ પતંગ વધે ત્યારે એ વધેલા પતંગમાં પ્રેમસંદેશ લખી ઊંચે આકાશે ઊડાડી છોડી દેતા હતાં.

     કહેવાય છેને કે કુદરતને મંજૂર ન હોય તો એ વ્યક્તિ કે વસ્તુ આપણા પાસે ક્ષણિક પણ નથી રહેતી. એવી જ રીતે રાધિકા અને અમનના પ્રેમને પણ કોઈકની નજર લાગી ગઈ હતી. રાધિકા અને અમને નક્કી પણ કર્યું હતું કે આજે સાંજે અગાસી પરથી નીચે જઈશું એટલે પરિવારના સભ્યોને આપણા પ્રેમ વિશેની હકીકત જણાવી દઈશું.

      બપોરના બે-ત્રણ વાગ્યા આસપાસનો સમય હશે. અમન પતંગ ઊડાડી રહ્યો હતો અને રાધિકા ફીરકી પકડીને ઊભી હતી. યશને થોડી ભૂખ લાગી હોવાથી તે ત્રણેય માટે કંઈક નાસ્તો લેવા માટે બહાર જાય છે. થોડી જ ક્ષણોમાં યશની રાડ ફાટી જાય છે. જલ્દીથી રાધિકા અને અમન અગાસીની નીચે જોવે છે. ત્યાં નીચે યશને ચાર-પાંચ હડકાયા કૂતરા ઘેરીવળીને યશને કરડતા હોય એવું જોવે છે.

     અમન ઝટપટ દોડીને યશને છોડાવવા માટે દોડી જાય છે. અમન દરવાજો ખોલીને રોડની પેલીપાર દોડી જાય છે પરંતુ રોડને ક્રોસ કરવા જાય એ પહેલાં રોડ પર આવી રહેલી પુરપાટ ઝડપે એક ગાડી અમન જોડે અથડાય છે. ને અમને દસ-પંદર ફૂટ દૂર ફંગોળાઈ જાય છે. આ જોઈ રાધિકાની રાડ ફાટી જાય છે. રાધિકા પણ નીચે બૂમ પાડતી પાડતી અમન પાસે દોડી જાય છે. રાધિકાની રાડો અને અમન ગાડી સાથે અથડાવાનો અવાજ સાંભળી ઘરના સભ્યો પણ બહાર આવી જાય છે.

     રાધિકા અમના માથેથી વહેતું લોહી અટકાવવા પોતાનો દુપટ્ટો બાંધવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. પરંતુ લોહી વહેવાનું અટકતું નથી. અમન બેશુદ્ધ હાલતમાં રાધિકાને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને બીજી બાજુ પોતાના પેન્ટના ખીચા તરફ કંઈક ઈશારો કરી રહ્યો હતો. પરંતુ તે બોલવા માટે કે કંઈક ઈશારો કરવા માટે અસમર્થ હતો. અમન તો પણ અધમરી હાલતમાં ખિસ્સામાંથી એક ચાવી કાંઢી છે અને રાધિકાની મુઠ્ઠીમાં મૂકી મુઠ્ઠી બંધ કરે છે.

     રાધિકાની મુઠ્ઠીવાળી અમન કંઈક બોલવાનો પ્રયત્ન કરે છે પરંતુ સ્પષ્ટપણે બોલી શકતો નથી. "રા..ધિ..આ..ઈ..લ..વ..યુ.." એટલું હજી બોલે ત્યાં તો અમન પૃથ્વીમાં વિલીન થઈ જાય છે. રાધિકા અમનના લોહીમાં પોતે પણ આખી લાલ-લાલ લોહી લુહાણ થઈ જાય છે. પરિવારના સભ્યો પણ આ ઘટના જોઈ આંગળા-પાંગળા થઈ જાય છે. બીજી બાજુ રોડ પર યશને હડકાયા કૂતરા બાચકા ભરીભરીને મારી નાખે છે.

     રાધિકા તો જાણે સાવ ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ કરતાં કરતાં પંદર દિવસ સુધી ઘરના રૂમમાં એકબંધ જ રહી. તેને અમને આપેલી ચાવીની યાદ આવે છે અને તે ચાવીને ગોતવા લાગે છે. ચાવી તો મળી જાય છે પરંતુ ચાવી કોની છે એ ખબર નથી ? પછી યાદ આવે છે જ્યારે અમન આવ્યો ત્યારે મને એક મીનીબેગ આપ્યું હતું. તે બેગને પોતાના બેડ પર લાગીને મૂકે છે. પરંતુ ખોલવાની હિંમત નથી થતી. ઘણીબધી હિંમત ભેગી કરીએ બેગ ખોલે છે તો અંદર એક લોકબૂક હતી.

રાધિકા આ લોકબૂકને ખોલીને જોવે તો અંદર એક રિંગ હતી અને આ લોકબૂકએ અમનની પર્સનલ ડાયરી હતી. તેમ લખ્યું હતું, "રાધિ, આપણે કાલે સાંજના આપણા પ્રેમની વાત પરિવારના સભ્યોને કરીશું ત્યારે હું તને આ રિંગ આપીશ." પણ અમન તો ક્યાં રિંગ પહેરાવવા રે'વાનો હતો !

અતિતમાં ખોવાયેલી રાધિકા ભાનમાં આવે છે. પોતાના હાથમાં પકડેલી પતંગમાં 'આઈ મીસ યુ ' લખ્યું હતું. રાધિકાને એવો બસ એવો અહેસાસ થયો કે આ પતંગ તો અમને જ મોકલી હશે ! રાધિકા નીચે આવીને ફરીવાર અમને આપેલી લોકબૂક વાંચવા લાગે છે અને રાધિકાની આંખો ભરાઈ આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama