Mayur Rathod

Inspirational

3  

Mayur Rathod

Inspirational

અભણ ભણતર

અભણ ભણતર

2 mins
218


તુષાર હવે ઉંમર લાયક થઈ ગયો હતો. તેમજ હવે તુષારના મમ્મી પણ ઉંમરના લીધે બીમાર રહેવા લાગ્યા હતાં. તુષાર થોડું ભણેલો હતો તેથી તેને થોડું અભિમાન હતું. તુષાર માટે તો લગ્ન માટેના માંગા પણ આવતા હતાં. પરંતુ તુષાર બધી છોકરીનું ભણતર પૂછે અને જો છોકરી ભણેલી ન હોય તો તે છોકરીનું માગું નકારી દેતો હતો.

એક દિવસની વાત છે. તુષારને જોવા માટે છોકરીવાળા આવ્યા હતાં. અને આ છોકરીને પણ તેનું ભણતર જોઈને નકારી દીધી. તો તુષારના કોઈ દૂરના કાકાએ પૂછયું, "કેમ તુષાર તું બધી છોકરી નકારી દે છે. આમ ને આમ કરતો રહીશ તો પછી છેલ્લે કોઈ દીકરી આપવા તૈયાર નહિ થાય."

"કાકા તમને ના ખબર પડે, તમે એક તો અભણ છો અને તમે મને શિખામણ આપો છો. કાલે સવારે હું અભણ બાયડી ઘરમાં બેસાડીશ તો બધા મને મુરખો ગણશે. તમારે છે ને કાકા અમારા ઘરમાં આવીને અમને કાંઈ શિખામણ નો આપવી."

"દીકરા થોડું તો નાના મોટાનું ધ્યાન રાખ, હું તારા પિતાની ઉંમર સમાન છું."

"બસ હવે બવ થયું બસ કરો ભાષણ આપવાનું."

એ કાકા ગુસ્સે થઈને જતા રહે છે. એટલામાં એના મમ્મી ટોકે છે, "તુષાર આ તારી કાંઈ રીત છે મોટા જોડે વાત કરવાની ? થોડી તો ભાન રાખતો હોય તો."

"બસ કરો મમ્મી તમે પણ ચૂપ થઈ જાવ."

આવું સામું બોલતા તુષારની બહેન રસોડામાંથી બહાર આવે છે ને બોલે છે, "બસ થયું ભાઈ હવે વધારે થયું હો... તું આમ મમ્મી સામે બોલેએ સારું ના કે'વાય."

"તું બંધ થા ને અભણ, તું તો નો ભણી હવે મારી બાયડી તો ભણેલી ગોતવા દે."

આવું સાંભળતા તુષારની બહેનના પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય એવું લાગે છે.

બસ ત્યાંજ તુષારના મમ્મી બોલે છે, " બસ બંધ કર તારા આ ભવાડા હવે. તને ખબર છે એ શું લેવા અભણ છે ? શું લેવાં નથી ભણી ?"

બસ એટલું બોલતા તુષારની બહેન એના મમ્મીને બોલતા રોકી લે છે.

હકીકતમાં તુષારના ભણતર માટે તેની બહેને ભણવાનું છોડી દીધું હતું. ઘરની ખરાબ પરિસ્થિતિ હોવાથી તે પોતે ના ભણી પરંતુ તેના ભાઈને બીજાના ઘરનું કામ કરી ભણાવ્યો અને તેનું પરિણામ તુષારના મમ્મી અને બહેનને આજે મળ્યું હતું.

તુષારને બધી હકીકતની ખબર પડે તે પહેલાં થોડું મોડું થઈ ગયું હતું. અને તુષારના આવા વર્તનના આઘાતથી મા-દીકરી બંને...!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational