Mayur Rathod

Inspirational

3  

Mayur Rathod

Inspirational

શરમ

શરમ

2 mins
163


આજની સવાર કંઈક અલગ લાગી રહી હતી. હું થોડી વહેલી જાગી હતી એટલે હું ભાભીને રસોડામાં સવારનો નાસ્તો બનાવવામાં મદદ કરી રહી હતી. એટલામાં પપ્પા અને મોટાભાઈ નાસ્તો કરવા માટે ડાઈનિંગ ટેબલ પર બેસે છે. ને ભાઈ બોલો છે, "અરે... વસુધા હું અને પપ્પા બંને નીચે આવી ગયા છીએ તો તને નાસ્તો લાવવાની ખબર નથી પડતી. ક્યારનાં અહીં ચા-નાસ્તાની રાહ જોઈ રહ્યા છીએ."

એટલામાં હું ચા લઈને ભાઈ પાસે આવી અને ભાઈ ચા આપી અને પપ્પાને કોફી આપી. બંને નાસ્તો કરતા હોય છે ત્યાં ભાઈ બોલે છે, "કૃપા તું શું લેવા કામ કરે છે, તારી ભાભીને કરવા દે આપણે એને તે માટે તો લાવ્યા છીએ."

આ વાત સાંભળીને ભાભીને કદાચ તો ખોટું લાગ્યું જ હશે સાથેસાથે મને પણ આજે ખોટું લાગ્યું હતું. કેમ કે મમ્મીની ગેરહાજરીમાં ભાઈ અને પપ્પા બંને ભાભીને નોકરનો દરજ્જો આપતા હતાં.

થોડી જ વારમાં ભાઈ બોલે છે, "પપ્પા આપણા ઘરે ફરીથી પારણું બંધાવા જઈ રહ્યું છે."

"અરે શું વાત કરે છે, તે તો મારી આજની સવાર સુંદર બનાવી દીધી."

એટલામાં સુકન્યાના રડવાથી છાયા પણ જાગી જાય છે. ભાભીને બે દીકરી જ હતી. 

એટલામાં પપ્પા બોલો છે, "વહુ બેટા ધ્યાન રાખજો આપણા ઘરે બે ઉપાધિ તો છે હો, એટલે હવે મારે મારા કુળનો દિપક જ જોઈએ છે નહીં તો થેલા ભરીને ઘરેથી નીકળી જાજો."

આ સાંભળીને ભાભીની આંખમાંથી આંસુ આવી જાય છે. મારાથી હવે સહન ના થયું એટલે હું બોલી, " પપ્પા અને ભાઈ થોડી તો શરમ કરો. હું પણ એક સ્ત્રી જ છું પપ્પા તમારે આવું બોલવું હોય તો મને તમારે મારો જન્મ જ ન થવા દેવો જોઈએ, હું સાસરે જઈશ ત્યારે ભાઈ મને ત્યાં આવા મેણા મારશે તો તમે સહન કરશો ! "

આવું બોલતા ભાભી મને રોકી લે છે. પણ હું ના ચૂપ રહી ને બોલી, " જો કુળનો દિપક લાવવો હોત તો ભાભી જોડે લગ્ન જ શું લેવા કર્યા, ને પપ્પા તમે મને શું લેવા જીવતી રાખી મારી નાંખી હોત તો આજે મારે આવા દિવસો જોવા જ ન પડત."

એમણે પીરસેલો નાસ્તો એક તરફ રહી ગયોને બંને શરમના માર્યા મોં નીચે કરીને ઓફિસ પર ચાલ્યા ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational