મનની ગંદકી
મનની ગંદકી
એક દિવસ હું રાતના મારી બહેન જોડે ફોનમાં અગાસી પર ચડીને વાત કરી રહ્યો હતો. વાતાવરણ એકદમ ખુશનુમાં હતું. મસ્ત ઠંડો પણ આવી રહ્યો હતો. મારું ધ્યાન પેલા ખ-૬ સર્કલ પાસે સુતેલી ભીખારાણ પડ્યું. બાજુના પાર્ટીપ્લોટમાં કોઈકના લગ્ન ચાલી રહ્યા હતા.
ત્યાં ઘણા વી.આઈ.પી લોકો આવી રહ્યા હતા. થોડી વારમાં ત્યાં એક લક્ઝુરિયસ ગાડી આવીને ઉભી રહે છે. તેમાંથી એક અમીર ઘરની દિકરી કે પછી કોઈ અમીર ઘરની વહુ ગાડીમાંથી ઉતરે છે. મેં પેલી બંને સ્ત્રીનું અવલોકન કર્યું !
ક્યાં પેલી ગરીબ બિચારી ભીખારણ અને ક્યાં પેલી અમીર ઘરની દીકરી. હું થોડી વાર માટે તો જોતો જ રહી ગયો. મારી આંખે વિશ્વાસ ન થતો હતો. પેલી અમીર ઘરની દીકરી ત્યાં સુતેલી ભીખારણને એકચિત્ત થઈ જોવે છે.
ત્યાં આવતા સર્વે લોકો આ ભીખારણને જોઈને મોં ફેરવી લેતા હતા તો કોઈ મોં પર રૂમાલ આડો રાખીને ચાલતા હતા. પણ હા ! પેલી અમીર ઘરની દીકરીને બધા તાડીતાડી
ને જોતા હતા. આ જોઈને પેલી દીકરીએ મનમાં વિચારે હશે કે "આ કેવો સમાજમાં ગંડકીવાડો ભેગો થયો છે. એક ગરીબ નિસહાય સ્ત્રીને બધા ધિક્કારી રહ્યા છે તો સામે મને કેટલી ખરાબ નઝરથી જોઈ રહ્યા છે !"
થોડા સમય પછી પેલી દીકરી ગાડીના ડ્રાઇવરને કંઈક કહે છે અને ડ્રાઇવર તરત જ જમવા માટે ફૂડ પેકેટ લઈ આવે છે. પેલી દીકરી ભીખારણ પાસે જઈને બેસે છે અને ભીખારણને ઊંઘમાંથી જગાડે છે. અને તેને પાણી પીવડાવી અને એક ફૂડ પેકેટ ભીખારણને આપે છે તો બીજું ફૂડ પેકેટ જાતે ખોલીને જમવા લાગે છે. બંને પોતાની ભૂખને સંતોષી એકબીજા સામે હળવું સ્મિત આપે છે.
મેં મારી જિંદગીમાં ઘણીબધી નઝરથી ગંદકીવાડ જોયા છે. પણ આજે આ દ્રશ્ય જોઈને બસ એટલો વિચાર આવ્યો કે બસ મનની ગંદકી દૂર કરવી જોઈ. મનની ગંદકી સામે તો કચરાની ગંદકી સાવ નહિવત છે.
બસ જિંદગીના અનેક ગંડકીવાડામાં બસ આ એક સુંદર દ્રશ્ય જોઈ હું રાજી થઈ ગયો.