Jay D Dixit

Inspirational Others

4.8  

Jay D Dixit

Inspirational Others

આઈ એ એસ નિરંજન તડવી

આઈ એ એસ નિરંજન તડવી

8 mins
630


મી.શાહ, ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના સીનીઅર જનરલ મેનેજર. મીકેનીકલ એન્જીનીઅરીંગ કર્યા પછી પાંચ વર્ષ બાદ GWMPLમાં ટ્રેની એન્જીનીઅર તરીકે નોકરીએ લાગ્યા અને પછી અહી જ રહી ગયા. સત્તર વર્ષ થઇ ગયા છે નોકરીને અને હવે સીનીઅર જનરલ મેનેજર છે. સાત વર્ષ પછી આસિસ્ટન્ટ મેનેજર બન્યા ત્યારે મોટાભાગનો પ્લાન્ટ હસ્તગત કરી લીધો હતો. એમની ચપળતા અને પ્રમાણિકતા, સમયબધ્ધતા અને નિષ્ઠા, એમની જ મહેનત અને ધગશ હતી કે ખુબ ઓછા સમયમાં એ અહી સુધી પહોંચી ગયા હતા. આંખ બંધ કરે તો પણ પ્લાન્ટનો ખૂણેખૂણો એ કહી દેતા અને કોઈ પણ પ્રોબ્લેમ હોય એનો ઉકેલ એમની પાસે મળી જ જતો. ટેકનીકલ જ નહીં પણ મેનેજીંગ લેવલે પણ એમની પ્રશંસા વધતી જતી હતી.


પણ, આ બધી જ હકારાત્મક વાતોમાં એક વાત બહુ નકારાત્મક હતી તે, તે એમનો ગરમ સ્વભાવ, તીખો મિજાજ. ગમે ત્યારે ગમે તેને ખખડાવી મુકતા અને ગમેતેમ બોલી દેતા. એમના આ સ્વભાવે ઘણા લોકોએ નોકરી છોડી હતી અને કેટલાક લોકોને તાત્કાલિક ધોરણે એમણે પાણીચું પણ પકડાવી દીધું હતું. પણ કંપનીને આવો માણસ મળી શકે એમ ન હતો એટલે એણે ચલાવી લેતા હતા. એક વખત તો નાની સરખી સેફટી બાબતે કરેલ ચૂકને કારણે છ મહિના નોકરી કરેલા એક એન્જીનીઅરને એમને તગેડી મુક્યો, પેલો પણ બાથ ભીડે એવો નીકળ્યો, મેનેજમેન્ટમાં છેક સુધી ગયો. અને ફરિયાદ પણ કરી, એક વખત એવો આવ્યો કે કંપનીનું નામ પેપરના પાને ચડી ગયું અને અંતે કોન્ટ્રાક્ટ મુજબ અન્યાયિક રીતે કાનૂની રાહે મેનેજમેન્ટે મી.શાહનો પક્ષ લઇ અને પાવર વાપરીને એ એન્જિનિઅરને રદબાતલ કરી દીધો. કંપની માટે મી.શાહ નફાકારક હતા અને પેલા એન્જીનીઅર જેવા બીજા દસ મળી શકે એમ હતા.


ગરમ મિજાજ અને વધુ પડતી કડકાઈ, ઉંમર સાથે ઘટે પણ અહી તો પાવર અને પોઝીશનને કારણે વધતી જતી હતી. તેમ છતાં, એમના નોલેજને લઈને એમની સાથે કામ કરવા માટે એન્જીનીઅર્સ તલપાપડ રહેતા. કારણકે, બીજે નોકરી શોધવા જાય અને ખબર પડે કે મી.શાહની અન્ડરમાં કામ કરેલ માણસ છે તો એની કદર જ અલગ થતી. આ દરમ્યાન મી.શાહ વધુ આત્મવિશ્વાસી બન્યા અને પાંચ જ વર્ષમાં સીનીઅર જનરલ મેનેજર બની ગયા, મેનેજમેન્ટ નિશ્ચિંત થઇ ચુક્યું હતું કારણકે આખ પ્લાન્ટનો ભાર મી.શાહ એ ઉપાડી લીધો હતો અને આમેય મી.શાહ જેવો પ્રમાણિક અને વિશ્વાસુ માણસ હોય પછી ધ્યાન પણ શું રાખવાનું હોય?


પણ, આજે સૌથી વધારે વ્યાકુળ મી.શાહ હતા. એમને આજે એમના મેનેજર હોવાના એ દિવસો યાદ વારંવાર આવતા હતા. અને હવે આજે મી.શાહ સીનીઅર જનરલ મેનેજર છે. આ પાંચ વર્ષમાં, મેનેજરમાંથી સીનીઅર જનરલ મેનેજર તો થઇ ગયા પણ, મેનેજર ટાણેનો એ સમય, આજે વારંવાર એમની આંખ સામે આવતો હતો. અને જયારે જયારે એ સમય ડોકિયું કરતો ત્યારે ત્યારે મી.શાહ ખિસ્સામાંથી રૂમાલ કાઢીને પોતાના કપાળ પર ઉપસી આવેલા પરસેવાના ટીપા સાથે સાથે ચહેરો પણ સાફ કરી લેતા હતા. સ્ટાફના બીજા એન્જીનીઅર્સ અને સુપર વાઈઝર્સનો ઘેરાવો એમની આજુબાજુથી ઓછો જ નહોતો થતો. બધાને એક પછી એક સૂચનાઓ આપતા આપતા મી.શાહ થાક્યા હતા.


આવું ઓડીટ કઈ પહેલી વખત ન હતું કંપનીમાં, છતાં પણ.. અને એક સેફટી ઓડીટ માટે જનરલ મેનેજર લેવલનો માણસ કામે લાગ્યો હોય એવું કંપનીમાં પહેલી વખત બન્યું હતું. તે પણ પોતાની એ.સી. કેબીન છોડીને પ્લાન્ટમાં ગરમીની વચ્ચે આવીને ઉભો રહી જાય, એવું પણ પહેલી વખત જ જોવા મળ્યું. એવું પણ ન હતું કે કંઈ ખોટું હતું અને આઉટ ઓફ ધ વે જઈને ઓડીટમાં કામ કરાવવાનું હતું. છતાં, છતાં આ ઓડીટ માટે મી.શાહ એ છેલ્લા એક અઠવાડિયાથી આખી કંપની માંથે લીધી હતી. આમ તો મી.શાહને મેનેજમેન્ટનો ટોટલ સપોર્ટ હતો છતાં, ક્યાંક મી.શાહ પોતાને ઇન્સીક્યોર ફિલ કરતા હોય એવું લાગતું હતું. કેમ ? ત્યાં જ નામદેવ હાથમાં ટ્રે લઈને આવ્યો. અને એણે ગરમા કરમ કોફીનો મગ મી.શાહ માટે દરરોજની આદત મુજબ ભર્યો. પણ, મી.શાહ નામદેવ પર ગુસ્સે ભરાયા અને એને ગરમ ચા લાવવા કહી દીધું. બિચારો નામદેવ તો ગરમ કોફી લાવ્યો હતો. અને મી.શાહ હમેશા કોફી જ પિતા હતા. નામદેવ સાથે આસપાસના સહુ કોઈ મી.શાહના આ વર્તનને જોઇને છક થઇ ગયા. પણ, કોઈની હિંમત ન હતી કે મી.શાહ સામે કઈ બોલી શકે, એટલે નામદેવ બિચારો મોઢું નાનું કરીને ચાલ્યો ગયો. એમના આસિસ્ટન્ટ મી.રેડ્ડીએ એમને શાંત કર્યા અને બધાને પોતાના કામે વળગવાનું કહ્યું. પ્લાન્ટમાં નો.સ્મોકિંગના બોર્ડ લાગ્યા જ હતા, છતાં મી.શાહએ ખિસ્સામાંથી સિગારેટ કાઢી અને સળગાવી. એક કશ માર્યો ઉંડો અને..


ફોન રણક્યો, મી.રેડ્ડીએ ઉંચક્યો.

"યસ.."

"મેઈન ગેટ સે બાત કર રહા હું સર, નિરંજન તડવી એન્ટર હો ચુકે હૈ સર."

મી. રેડ્ડી એ સમાચાર મી.શાહને આપ્યા અને મી. શાહ પહેલા કરતા પણ વધારે ચિંતાગ્રસ્ત થઇ ગયા. પણ, પોતાને સ્વસ્થ બતાવવા પ્રયત્નો કરવા લાગ્યા.


આઈ એ એસ ઓફિસર નિરંજન તડવી. સેફટી ઓડીટર આઈ એ એસ ઓફિસર નિરંજન તડવી. એનો રેકોર્ડ કહેતો હતો કે આઈ એ એસની પરીક્ષામાં એણે ટોપ કર્યું હતું, પર્સનલ ઈન્ટરવ્યુ લેનારા એક્સપર્ટ પણ એનું નોલેજ અને એટીટ્યુટ જોઇને દંગ રહી ગયા હતા. કાવ્ય છે કે આઈ એ એસના આટલા બધા બેચ પૈકી આ નિરંજન તડવી બેસ્ટ આઈ એ એસ હતો. એક વર્ષ થયું હતું પહેલા પોસ્ટીંગને અને આ એક વર્ષમાં ત્રણ વખત બદલી થઇ ગઈ હતી. આ ત્રીજું ખાતું હતું ઇન્ડસ્ટ્રીયલ ઓડીટ ડીપાર્ટમેન્ટ. છેલ્લા એક મહિનામાં ત્રણ મોટી કંપનીઓને નોટીસ ફટકારી ચુકેલો અત્યંત પ્રમાણિક સરકારી અધિકારી એટલે આઈ એ એસ નિરંજન તડવી. સામાન્ય દેખાતો માણસ પણ જયારે પોતાના પાવરનો ઉપયોગ કરે ત્યારે કોઈને પણ ગાંઠતો નહીં. સામાન્ય રીતે ક્યાં ઓડીટ કરવા જવાનું છે, એની જાણ એની ટીમને પણ ન હોય. પણ, GWMPLમાં આવતા પહેલા એણે જાતે સમાચાર આપ્યા હતા કે એ ઓડીટ માટે ક્યારે આવશે ? અડધાના મોતિયા તો ત્યાં જ મરી ગયા હતા કે નિરંજન તડવી આવવાના છે. પ્લાન્ટનો સેફટી ડીપાર્ટમેન્ટ જાણે આ વાત સાંભળીને ઊંડા શોકમાં ગરકાવ થઇ ગયો હતો ત્યારે મી.શાહએ જાતે આ પરિસ્થિતિનો સામનો કરવાનું વિચાર્યું. મી.શાહ એ શરૂઆતમાં તો પોલીટીકલ પ્રેશર આપીને મેનેજમેન્ટને આખી વાત કાબૂમાં લેવા સલાહ આપી. પણ, નિરંજન તડવી કોઈ પણ પ્રકારના પ્રેશરમાં આવે એમ જ ક્યાં હતો? ઉપરથી મેનેજમેન્ટે મી.શાહને જ સેફટી ઓડીટમાં જાતે જ હાજર રહેવા જણાવી દીધું.


નિરંજન તડવીની ગાડી પ્લાન્ટમાં પ્રવેશી ચૂકી હતી, ગમે ત્યારે પ્લાન્ટ ઓફિસમાં આવી શકે એમ હતી. એવા સંજોગોમાં મી.શાહ બે ડગલાં આગળ ભરતા અને બે ડગલાં પાછળ આવી જતા. મી.રેડ્ડી પણ જરા કન્ફયુઝ હતા કે મી.શાહ કરવા શું માંગે છે ! મી.શાહ એ પહેલા બધાને કીધું કે નિરંજન તડવીને લેવા જાય. પછી અચાનક બધાને અટકાવી દીધા અને જાતે જ ઓફીસ બહાર જવા તૈયાર થઇ ગયા. મી.રેડ્ડી પણ હેરાન હતા, પણ નોકરી.. એ પણ મી.શાહની પાછળ ચાલવા લાગ્યા. નિરંજન તડવીની સરકારી ગાડી ઓફીસના દાદર પાસે આવીને ઉભી રહી ગઈ અને મી.શાહ પણ એ દાદર પર આવીને ઉભા રહી ગયા. કારનો દરવાજો ખુલ્યો અને નિરંજન તડવીના પી.એ. આવીને એ દરવાજા પાસે ઉભા રહી ગયા. નિરંજન તડવી સફેદ શર્ટ અને નેવી બ્લુ પેન્ટમાં હતા. આંખે નેવીગેટર ગોગલ્સ અને હાથમાં એક મોબાઈલ ફોન. મી.શાહ એમને જોઇને જોતા જ રહ્યા.


"હેલ્લો મી.શાહ. કેમ છો ?"

"ફ..ફ..ફાઈન..ફાઈન.. પ્લીઝ વેલકમ."

"કોફી મળશે ?"

"યા..શ્યોર...પ્લીઝ કમ ઇન.."


બંને પ્લાન્ટ ઓફિસમાં દાખલ થઇ ગયા. દાખલ થતા થતા જ નિરંજન તડવીએ પોતાની ટીમને ઈશારો કરી દીધો અને બીજી તરફ ઈશારા ઈશારામાં મી.શાહ સાથે પણ વાત કરી લીધી. મી.શાહે પોતાના એન્જીનીઅર્સને પણ ઈશારો કરો દીધો. ઓડીટર ટીમનું કામકાજ શરુ થઇ ગયું, અને મી.શાહ અને તડવી ઓફિસમાં એકલા પડ્યા. મી.શાહે મી.રેડ્ડીને ઓડીટ પ્રોસેસ પર ધ્યાન આપવા પહેલેથી જ કહી રાખ્યું હતું. મી.શાહે કોફીનો કપ હાથમાં લઈને વાત કરાવી શરુ કરી..


"લૂક મી. તડવી.."

"નિરંજન .. "

"વોટ ?"

"નિરંજન.. આવું જ સાંભળવાની આદત છે મારી, અહી."

"યા, બટ.."

"પાંચ જ વર્ષ થયા છે, પણ ખાસ્સી ઉંમર લાગે છે તમારી."

"આવતા મહીને રીટાયર્ડ થાઉં છું."

"ઓહ.. વાવ..."

"બહુ પોલીટીકલ પ્રેશર નાખ્યું, કેમ ?"

"નો.."

"યસ.. ."

"નિરંજન.."

"વોટ ?"

"યા..મી.તડવી... ધેર ઈઝ નથીંગ રોંગ હિઅર ફોર ધ સેફટી. આઈ એમ વેરી સ્ટ્રીક ફોર સેફટી.

"હમમ, એટલે જ કદાચ પોલીટીકલ પ્રેશર લાવવાની જરૂર પડી હશે, કેમ ?"

"નો..તું આવવાનો છે એવી ખબર પડી.."

"માય નેમ ઈઝ તડવી . યુ કેન કોલ મી મિસ્ટર તડવી સર."

"હા.. તો મી. તડવી.. આ તો તમારો ધાક જ એવો હતો કે.."

"મારા કરતા તમારો ધાક વધારે હોય છે બધાને.. અહી..જ. સર."


મી.રેડ્ડીએ અચાનક પ્રવેશ કર્યો, બંનેની વાત અટકી ગઈ અને મી.રેડ્ડીએ મી.શાહને કાનમાં ખાનગીમાં કંઈ કહ્યું. મી.શાહે થોડી વખત વિચાર કર્યો અને બોલ્યા..

"મી.તડવી.. લંચમાં શું લેશો ?"

નિરંજન તડવીએ મી.રેડ્ડીને વિનમ્રતા પૂર્વક કહ્યું,

"બહાર રોશન હશે, સીનીઅર ટીમ મેમ્બર. બોલાવશો ?"


મી.રેડ્ડીએ તરત જ બહાર ગયા અને રોશનને બોલાવી લાવ્યા. રોશન આવ્યો કે તરત જ નિરંજન તડવીએ પાકીટ કાઢ્યું અને દસની એક નોટ એણે આપતા બોલ્યા,

"રોશન પ્લીઝ પેય ધીસ ટૂ પ્લાન્ટ કેન્ટીન ફોર માય કપ ઓફ કોફી."

"સ્યોર સર"

રોશન ત્યાંથી ચાલ્યો ગયો.

નિરંજન તડવીની આ હરકત જોઇને મી.રેડ્ડી સમજી ગયા કે એ લંચ તો લેશે જ નહીં. એ જવા લાગ્યા કે તરત જ તડવી એ કહ્યું કે..

"કેન્ટીનમાં અમારી ટીમ માટે લંચ બુક કરાવી દેજો, ટેક અ બીલ, આ વિલ પેય.."

મી.રેડ્ડી ચાલ્યા ગયા. મી.શાહ સાથે વાત શરુ થઇ...


"મી.તડવી..ઇફ યુ વીશ, આઈ કેન મેનેજ આઉટ સાઈડ ફૂડ."

"એસ પર માય નોલેજ, પ્લાન્ટ ઇસ મોર હાઈજેનિક ધેન આઉટ સાઈડ ફૂડ, રાઈટ ? i


આટલી વાત કરીને નિરંજન તડવી ઓડીટર ટીમ સાથે જોડાય ગયા. લંચ ઓવર થઇ ગયો અને સાંજના વાગ્યા પાંચ. ઓડીટર ટીમનું કામ પતવા આવ્યું હતું. કોઈ જ ક્વેરી નીકળી ન હતી અને ત્યાં જ રોશન જરા ઝડપભેર આવ્યો અને નિરંજનને કાનમાં કંઈ કહેવા લાગ્યો. નિરંજન તડવીએ મી.શાહને જરા ઈશારો કર્યો, અને ખૂણામાં લઇ ગયા. કંઈક વાતચીત થઇ અને મી.શાહ ફરી પાછા પરસેવે રેબઝેબ થઇ ગયા. એ નિરંજન તડવીને સમજાવવા લાગ્યા, કંઈક વિનંતી કરતા હોય એવું લાગ્યું. પણ, નિરંજનના હાવભાવ કડક થઇ રહ્યાં હતા, થોડી રુક્ષતાથી નિરંજન તડવીએ રોશન તરફ ઈશારો કર્યો અને રોશન ચાલ્યો ગયો. નક્કી હતું કે કંઈ મોટું થયું છે, સેફટી બાબતે કંઈક ક્વેરી કદાચ.. અને મી.શાહના સમજાવવા છતાં નિરંજન તડવી માન્યો નથી. નિરંજન તડવી આ બાદ પોતાના મોબાઈલ પર કોઈની સાથે ખપાવવા લાગ્યા.


આશરે વીસ મિનીટ પછી, રોશન એમઓએમ  લઈને આવ્યો અને નિરંજન તડવીને બતાવી, નિરંજન તડવીએ રુઆબભેર એમાં સાઈન કરી, અને પછી એ એમઓએમ મી.શાહને બતાવવામાં આવી. મી.શાહ એ જોતા જ આશ્ચર્ય પામ્યા, નિરંજન તડવી સામે જોયું, નિરંજન તડવીએ એક નાની સરખી સ્માઈલ આપી અને આંખોના પલકારે સાઈન કરવા કહી દીધી. મી.શાહે સાઈન કરી લીધી. ઓડીટર ટીમ પોતાની કારમાં બેસી ગઈ હતી, નિરંજન તડવીના કારના ડ્રાઈવરે પણ પોતાની કાર ચાલુ કરી દીધી હતી. તડવી તથા મી.શાહ પ્લાન્ટ ઓફીસના દાદર સુધી આવી ગયા હતા, અને ત્યાં જ મી.શાહ બોલ્યા..


"મિસ્ટર તડવી, થેંક્યું."

"નો સર, નિરંજન.. થેંક યુ સર, એ દિવસે તમે સેફટી બાબતે થયેલી નાની સરખી અવગણી શકાય એવી ભૂલને લઈને મને કાઢી ન મુક્યો હોત તો કદાચ આજે હું આઈ એ એસ નિરંજન તડવી ન હોત."

"સોરી."

"ધેટ વોઝ માય ઇન્સ્પાઈરેશન.. નો સોરી ફોર ધેટ. થેંક્યું. નાઈસ તૂ મીટ યુ. ટેકકેર."

નિરંજન તડવીની કાર પ્લાન્ટની બહાર નીકળી ગઈ અને સેફટી ઓડીટમાં ક્લીન ચિટ મળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational