Vijay Shah

Drama Tragedy

3  

Vijay Shah

Drama Tragedy

આડ અસર

આડ અસર

2 mins
7.1K


દિવાન ખંડમાંથી વિદ્યા બુમો મારતી હતી.. અરે સાંભળો છો?

કોમ્પ્યુટરમાં ખુંપેલો શિવમ બે ત્રણ બુમે ચલાયમાન થયો.. રોજની જેમ સાથે બેસવા અને તેની લ્યુસીના શોમાં બેસવા બોલાવતી હશે માનીને તેણે કહ્યું,

“શું છે? મને સંભળાય છે હું બહેરો નથી..”

ત્યાં તો ધમ ધમ કરતી વિદ્યા મારા રુમમાં આવી પહોંચી…તુય ખરો છે શિવમ ઘરમાં આગ લાગી જાય તોય તારુ રૂંવાડુ ય ન ફરકે. શિવમે ઠંડા કલેજે કહ્યું "જો આગ લાગી તેમ હોય તો તુ મને બુમો ના પાડે ૯૧૧ ખખડાવતી હોય… ચાલ વાત કર શું થયું છે?"

આપણા છાપરા ઉપરથી તડ તડ તડ અવાજો આવે છે..હું બહાર નીકળ્યો ત્યારે તડ તડ અવાજો ચાલુ હતા પણ ઘરનાં છાપરા પર નહોતા બાજુની શેરીમાંથી સંભળાતા હતા. હું શાંતિથી મારા કોમ્પ્યુટર તરફ જતો હતો ત્યાં “પણ શિવમ આપણે જોવુ તો જોઈએ ને એ થાય છે શું?”

કચવાતા મને મેં શર્ટ પહેર્યુ અને ઘરની બહાર નીકળ્યો..તો રોજની જેમ શેરી સુની હતી કોઈ બહાર નહોતુ અને વિદ્યાનો બબડાટ પાછો શેરી તરફ વળ્યો..”કેવા છે આ લોકો કોઈને પડી જ નથી… આ તડ તડ અવાજો હજી આવે છે ને કોઈ શેરીમાં દેખાતું પણ નથી અને આ જો સામે ધુમાડા જેવું દેખાય છે..”

“મને લાગે છે કોઇ વાદળ છે…” મારો કંટાળો અવગણીને તે બોલી. “મને તો આતંકવાદીઓ ક્યાંક હુમલો કરતા લાગે છે.”

મેં તેને કહ્યુ..”આતંકવાદીઓને અહીં આ સોસાયટીમાં શું મળવાનું છે…કદાચ પેલી ફટાકડાઓની દુકાન સળગી હશે..”

ત્યાં સાયરનો વાગવા માંડી. પોલીસ ક્યાંક આવી ગઈ અને મને મારું કોમ્પ્યુટર ઉપર વાત કરતો હતો તે યાદ આવ્યું.. અને વિદ્યા બોલી “તુ ગાડીની ચાવી લે અને ગાડી બહાર કાઢ. ચોક્કસ બાજુનો લીકર સ્ટોર ઉપર જ મશીનગનો ચાલી છે અને પેટ્રોલ પંપ લુંટાયો છે."

મેં કહ્યું “વિદ્યા તને શું થયું છે.. તુ અને તારું ઘર બંને સલામત છેને…? સાયરનો વાગી એટલે પોલીસ આવી ગઈને? હવે આપણે બહાર નીકળવાનું શું કામ?”

 ”ના. પણ જાણવું તો જોઈએને? હા તેં લાઈટની મુખ્ય સ્વીચ બંધ કરી? આપણી સોસાયટી વાળા પણ ખરા છે કોઈ સળવળતા સુધ્ધાં નથી…”

ગાડી કાઢીને ૧૫ કીમીના ઘેરાવામાં આવેલા બધા પેટ્રોલ પંપ, ફટાકડાની દુકાનો અને લીકર સ્ટોરની પરક્કમા કરી ઘરે આવ્યા સુધી વિદ્યાને કશું મળ્યું નહીં.. તેની આ જિજ્ઞાસા હતી કે ભય તે શિવમ નક્કી ન કરી શક્યો..છેલ્લે મેં તેને કહ્યું “આમ પેટ્રોલ બાળવા કરતા તુ ૯૧૧ પર ફોન કરી લેજે…”

ઘરમાં દાખલ થયા પછી મેં તેને પુછ્યું “વિદ્યા આટલા વર્ષોમાં આજે પહેલી વાર આટલું વિચિત્ર વર્તન મેં જોયું..”ત્યારે તેના ચહેરા ઉપર ભય કરતા વધુ ચેળાઈ ગયું તેવો ભાવ સ્પષ્ટ હતો અને તેથી સ્વગત બોલી..

“જબરું થઈ ગયું? શિવમ તેં તો સાંભળ્યા હતાંને તે અવાજો..તે સાયરનો..?"

ડૉ ગાંધીને મેં પુછ્યુ ત્યારે તેમણે કહ્યું કદાચ મનોપોઝની આડ અસર હશે… નાની વાતે ભયભીત થઈ જવાય તે સામાન્ય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama