Bhavna Bhatt

Inspirational Others

4.0  

Bhavna Bhatt

Inspirational Others

આ કાળચક્ર

આ કાળચક્ર

1 min
208


આ કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી. એ કાળચક્ર છે. આમજ કેટલીય દિકરીઓને દૂધપીતી કરી અને કેટલીય દિકરીઓને કૂખમાં જ મારી નાંખી. કેમકે કુળ ચલાવવા કૂળ દિપક જોઈતો હતો અને અંતવેળા એ ચિતાને અગ્નિ દાહ આપે તો જ સ્વર્ગ મળે એ માન્યતામાં કેટલીય દિકરીઓ બલિ ચઢી ગઈ..

આ જોઈને ભાવના ભગવાન પણ ત્રાહિમામ પોકારી ગયાં. કુદરતે કર્મનાં ફળનો બદલો એવો આપ્યો. મહામારીમાં મૃત્યુ પામેલાનેનાં છેલ્લું ગંગાજળ કે ના તુલસી દલ. પ્લાસ્ટિકમાં લપેટાઈને ના દોણી કે ના દિકરાનાં હાથે અગ્નિદાહ. એમજ ભસ્મીભૂત થવાનું આનાથી મોટું કયું કર્મ ફળ હોય.

માટે હજુયે સમય છે કર્મ સુધારો. માટેજ દિકરી, દીકરામાં ભેદભાવ ના રાખો એ તો પ્રભુએ આપેલા પુષ્પો છે. જો સમજાય તો દિકરો સ્વર્ગે લઈ જતો નથી, કે દિકરી સ્વર્ગે લઈ જતી. જેવું જેનું કર્મ એવાં ફળ મળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational