15મી ઓગસ્ટ
15મી ઓગસ્ટ
આજે ઠેર ઠેર રાષ્ટ્રનો સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. 1947માં આઝાદ થયા. આજે 72મું વર્ષ ચાલે છે પણ ખરેખર આપણે હજુ આઝાદ થયા છીએ? આજે પણ દેશમાં ચારેબાજુ અરાજકતા, ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત ખુલ્લેઆમ થાય છે. દેશમાં હજુ પણ અવ્યવસ્થા અને આંતક છવાયેલા છે. માસ્ટર ડિગ્રી હોય તો પણ સરકારી નોકરીમાં લાગવગ ચાલે છે. શું આ સ્વતંત્રતા છે? શું આપણા વીર શહીદોએ આટલા માટે બલિદાન આપ્યા હતા?
ચોરે ને ચૌટે નાની કુમળી બાળાઓનું અપહરણ અને બળાત્કાર થાય છે અને ઘરમાં નારીનું શોષણ થાય છે આનું નામ આઝાદી? શું આટલા માટે વીર ભગતસિંહ, વીર રાજગુરુ અને વીર સુખદેવ જેવા નરબંકાઓ પોતાની જાનફેસાની કરી હતી? હજુ આપણે ગુલામી પ્રથામાંથી બહાર નથી આવ્યા. જે દેશમાં રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ, મહાવીર જન્મયા એ દેશની આવી દશા? આજે સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ગાંધીજી, નહેરુ આવીને દેશની આ હાલત જુવે તો? અસમાજીક અને ધર્મના અને નાતજાતના વાડામાં દેશ ગુલામ બની ગયો છે. તો આવો મળીને સાચી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરીએ.