યુદ્ધ
યુદ્ધ
ઇતિહાસ પાસેથી માનવજાત કશું શીખતો નથી, એનો ઇતિહાસ છે,
જોઈ લ્યો લાંબા યુદ્ધ તણા ઇતિહાસ, થઈ જવાનો વિશ્વાસ છે.
યુદ્ધની કથા સાંભળવાનું, હોય છે ઘણી રમણીય,
પણ વાસ્તવમાં, દરેકે દરેક યુદ્ધ, આપે દોઝખ જેવો ત્રાસ છે.
ધર્મના નામે ખેલાતા, આતંકવાદી યુધ્ધ તો છે વધુ ઉપહાસભર્યા,
ધર્મના નામે, માનવતાનો જુઓ કરે કેવો કરુણ હાસ છે.
જગત જમાદારને તો રસ છે, આ દુનિયામાં રહે યુદ્ધ રહે જારી,
વેપલો એમનો ચાલે શસ્ત્રો તણો, અન્યના યુધ્ધ માં જ એમનો વિકાસ છે.
યુક્રેન સામે રશિયાનું કે હોય, ઇઝરાયેલ સામે યુદ્ધ હોય હમાસનુ,
દરેક યુદ્ધની અસર હોય છે વિશ્વવ્યાપી, દરેક યુદ્ધ વિનાશ છે.
આમ તો એક યુધ્ધ હોય છે દરેકનું, પોતાની જાત સાથે અંદરથી ખાસ,
શુદ્ધ રહી અંદરથી બનીએ બુધ્ધ્ ‘સૌરભ’, તો જિંદગીની અનેરી સુવાસ છે.
