STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

યોગ્ય દિશા બતાવી ગયો એ

યોગ્ય દિશા બતાવી ગયો એ

1 min
137

હું તો સાવ શૂન્ય હતી,

એકડો બનીને મળ્યો,

મારું મૂલ્ય વધારતો ગયો,

એવો મળ્યો છે મને એક દોસ્ત મજાનો,


સુખનો સૂરજ તો સાવ આથમી ગયો હતો,

ફરી સુખની કિરણ આપી, ઉજાસ આપી ગયો એ દોસ્ત,


આવો મોંઘો મળ્યો છે મને એક દોસ્ત મજાનો,

સાવ દિશાવિહીન હતી હું તો,

યોગ્ય દિશા બતાવી જીવનની કેડી કંડારી ગયો,

એવો ભોમિયા જેવો મને એક દોસ્ત મળ્યો મજાનો,


હું તો સાવ હતી એક કાચનો ટુકડો,

મૂલ્યવાન હીરાના મોલ બક્ષી ગયો એ,


મને મળ્યો છે મોંઘા મુલો એવો એક દોસ્ત મજાનો,

જિંદગીની જંગમાં ઢાલ છે દોસ્ત,

એના પ્યાર થકી બહુ માલામાલ છું,

જિંદગીમાં મળ્યો મને એક એવો દોસ્ત મજાનો,


મારા દર્દની દવા છે દોસ્ત,

ઈશ્વરનું સુંદર નજરાણું છે દોસ્ત,

સપનાને હકીકતમાં બદલી નાખે છે દોસ્ત,

જિંદગીમાં મળ્યો મને એક દોસ્ત સુંદર મજાનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational