STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

વસંત

વસંત

1 min
396

સજ્યા બાગબગીચે સિંગાર, મોસમ આવી વસંતની,

જાણે સૃષ્ટિમાં હો પ્રાણસંચાર, મોસમ આવી વસંતની.


ધાર્યાં રુપ નવલાં વનરાજીએ, રખેને નૂતન હો અવતાર,

આમ્રકુંજે કોકિલ તણો ટહૂકાર, મોસમ આવી વસંતની.


ખગ, મૃગ, પશુઓને હરિયાળી પ્રસન્ન થૈ આપે આવકાર,

મધુકર ગુંજન કરતા વારંવાર, મોસમ આવી વસંતની.


ભાતભાતના રંગબેરંગી પતંગિયાં ધરીને બેઠા શણગાર,

કુદરત આપી રહી હો ઉપહાર, મોસમ આવી વસંતની.   


વૈભવ વન ઉપવન બાગબગીચે શોભા જેની પારાવાર,

પ્રકૃતિ છેડી રહી રાગ બહાર, મોસમ આવી વસંતની. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama