STORYMIRROR

Rekha Shukla

Inspirational

3  

Rekha Shukla

Inspirational

વસંત

વસંત

1 min
235

દિવસો વિત્યાં ને વર્ષો વિત્યાંં, 

પણ સમીપે સદાયે અમારી રહ્યાં છો

ભૂલાય કેમ એ વાત્સલ્યમૂર્તિ

અમ અંતર ચહે છે આશિષ તમારી...દિવસો


ઉઠાવી લીધા'તા કંઇ અપાર બોજા,

પણ સ્નેહથી સિંચ્યા'તા ઉરને અમારા,

આદર્શ ઊંચા અમલમાં મૂકીને

ઉજાળી દીધાં છે અમારા જીવનને...દિવસો


સંસારમાં સુખ શેમાં સમાયા

સમજ બસ એજ આપી ગયાં છો

વિદ્યાની સરવાણી વહેતી કરીને 

તરાવી દીધાં છે અમારા જીવનને...દિવસો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational