વસંત બની છે
વસંત બની છે


આ રંગોએ ભારે કરી છે,
ડાઘડૂઘ જીંદગીને રંગીન કરી છે,
સ્કેચ રહી જાત એનો અધૂરો,
આ કેસૂડે કમાલ કરી છે.
શીશીઓ અત્તરની શું કરે ?
જ્યારે ફૂલડે ફૂલડે વસંત ભરી છે,
ઘાયલ થવામાં બાકી શું રહે ?
ફાગણિયા બેશરમ પવને એની લટ ઉડી છે.
નિસર્ગનો નશો બેફામ કર્યો છે,
શબ્દે શબ્દની હારો જાણે નાચી ઉઠી છે !
અંગે અંગે કામણ થયાં છે,
આ વસંતે માણસે માણસે કૂંપણ ફૂટી છે.
સૂકાયેલી કેટલીક ડાળો સળવળી ઉઠી છે,
લીલું કશું ઉગ્યું ને જાગી પડી છે,
જીવી જવાને આ હરિયાળી,
"નીલ"ની હર મૌસમ હવે વસંત બની છે.