વસંત આવી
વસંત આવી
સૂકી ડાળીઓનો બદલાયો રંગ,
મહેકે છે આજે ધરતીનું અંગ અંગ,
એને મન ક્યાં કોઈ ભેદ ગરીબ કે શ્રીમંતનો,
એવો ખૂબસૂરત મિજાજ છે વસંતનો,
આવ્યો ઋતુઓનો રાજા વસંત,
લાવ્યો ધરતી પર ખુશીઓ અનંત,
લાવ હું પણ ફરુ ઉપવન આખું,
મારા પાલવમાં ગુલાબ ને મોગરાને રાખું,
આ પવન સાથે દોસ્તી કરે ફોરમ,
ભમરાએ મૂકી દરખાસ્ત ફૂલોને છોડી બધી લાજ શરમ,
કાળમીંઢ પથ્થરો ને પીગળાવી આ ઝરણા દોડયા,
ભળવા સમંદરમાં બંધનો બધા તોડ્યા,
ઉતર્યું જાણે ધરતી પર ઉતરી જન્નત,
જાણે આદમીની કબૂલ થઈ ગઈ હરેક મન્નત,
હરખાતી મલકાતી આવી વસંત,
જાણે સૌંદર્ય છલકાવતી આવી વસંત,
ખીલી સૌના હૈયાની ક્યારી,
આ વસંત લાગે સૌને પ્યારી.