STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

વસંત આવી

વસંત આવી

1 min
290

કોયલે કરી ટહૂકાર કીધું વસંત આવી,

ભ્રમરે કરી ગુંજાર કીધું વસંત આવી,


પૂરાયા પ્રાણ પ્રકૃતિમાં પરાકાષ્ઠા પામી,

મયૂરને નૃત્ય ઓથાર કીધું વસંત આવી,


ખીલ્યાં કુસુમો બાગબગીચે શોભા ઘણી,

લત્તાને વૃક્ષનો આધાર કીધું વસંત આવી,


રંગબેરંગી પતંગા પુષ્પોને પૂછતા પ્રેમથી,

શાને સૃષ્ટિના સિંગાર કીધું વસંત આવી,


મા શારદાના પૂજને કલ્યાણ શ્લોક ગૂંજે,

સંગીતમાં રાગ બહાર કીધું વસંત આવી,


મદન સંગ રતિ મદમાતી હરખાતી વિચરે,

સ્નેહસભર હો ઉચ્ચાર કીધું વસંત આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance