વૃક્ષો રે વાવજો
વૃક્ષો રે વાવજો


ઓ મારા કાકાઓ, ઓ મારી કાકીઓ ને ભઈ,
ભઈલા સાંભળજો રે મારી વાત તમે કાન દઈ.
પીપળ વાવજો, લીમડો વાવજો, વાવજો આંબો,
વૃક્ષો વાવીને નવી પેઢીનો વિચાર કરજો લાંબો,
વૃક્ષો રે વાવજો,વૃક્ષોને જોજો તમે કાપતાં નઈ,
ભઈલા સાંભળજો રે મારી વાત તમે કાન દઈ.
આવળ વાવજો,બાવળ વાવજો,વાવો બોરડી,
ફળ રે ખાજો,ફૂલ રે ચૂંટજો ને ખાજો રે શેરડી,
જન્મદિન કે હોય સારો પ્રસંગ વૃક્ષ વાવો ભઈ,
ભઈલા સાંભળજો રે મારી વાત તમે કાન દઈ.
વરસાદ લાવે,લાકડું આપે,આપે છે શીતળ છાંયો,
વૃક્ષનો ના કરો નાશ, વૃક્ષ વરસાદ જ ખેંચી લાયો,
વૃક્ષો વિના આ જગતમાં ભઈલા નહી બચે કંઇ,
ભઈલા સાંભળજો રે મારી વાત તમે કાન દઈ.