STORYMIRROR

Nardi Parekh

Inspirational

4  

Nardi Parekh

Inspirational

વૃક્ષારોપણ

વૃક્ષારોપણ

1 min
365

વાવજો રે વાવજો,

વૃક્ષ તમે વાવજો.

વૃક્ષો છે તારણહાર,

માનવી વૃક્ષને બચાવજો.


ધરતીનાં છોરૂ બની,

બીજ એનાં વાવજો.

હરી હરી હરિયાળી,

જીવનમાં લાવજો.


બની વૃક્ષોનાં રક્ષણહાર,

માનવી વૃક્ષને બચાવજો.

પ્રાણ તણી રક્ષા કાજ,

પ્રાણવાયુ આપતા.


તોયે નિર્દય બની,

વૃક્ષ તમે કાપતા.

શીદને એનો કરતાં સંહાર,

માનવી વૃક્ષને બચાવજો.


ફળ અને ફૂલ આપી,

જીવન સંવારતા.

નિજને કુરબાન કરી,

કાષ્ટ એ તો આપતા.


કરે જીવતાં કે મરતાં ઉપકાર.

માનવી વૃક્ષને બચાવજો.

ઉર્ધ્વગતિ કેરો,

સંદેશો આપતા.


પરોપકાર શું છે,

સૌને સમજાવતા.

નંદી વૃક્ષો છે ઈશનો ઉપહાર..

માનવી વૃક્ષને બચાવજો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational