વળાંક
વળાંક
મનને વળી વળીને પૂછ્યું
કઈ બાજુ વળવું છે તારે,
ત્યારે વળાંક એવો આવ્યો
કે મન પણ મૂંઝાઈ ગયું,
અને કહી બેઠું કે
આ નસીબની કેવી માર છે,
કે મન એ જયારે નક્કી કર્યો વળાંક
ત્યારે જ સામે આવ્યો નસીબનો વળાંક,
આવીને કહે ક્યાં જવું છે તારે
જેમ ખરતા પાનને વૃક્ષ કહે
કેમ ખરવું છે તારે.
