વખત.
વખત.


કોઈનો કદી પણ ના થાય વખત.
વારંવાર જાય એ બદલાય વખત.
રોડપતિને એ કરોડપતિ બનાવતો,
ધનપતિમાં લાચારી પરખાય વખત.
"વાહવાહ" ને " આહઆહ " કરનારો,
ક્યાં કોઈથી ક્યારેય સમજાય વખત.
વ્યકિત મહાન ક્યારેય નથી જગતમાં,
ચક્રવત્ જાય સાવ પલટાય વખત.
ગજને રજ કરનારું એ છે પરિબળ,
એકધારો કદી પણ ન જણાય વખત.