વિવેકાનંદનો રાહબર
વિવેકાનંદનો રાહબર
એકલાં હાથે સંસ્કૃતિને, સાચવવાની તાકાત રાખું છું,
હું આફતને અવસરમાં, બદલવાની તાકાત રાખું છું,
ન સમજો મને કમજોર, કે પછી દીન-દુબળો ને લાચાર,
છું ભલે નાનકડો પણ, સાગર સમાવવાની વિસાત રાખું છું,
હું આફતને અવસરમાં, બદલવાની તાકાત રાખું છું,
પશ્ચિમી સંસ્કૃતિનાં વાદળોમાં, ઘેરાયો આજ મારો દેશ,
યુવાધન ને બચાવવા કાજ, હૈયે રૂડું પ્રભાત રાખું છું,
સોને કી ચીડિયા કહેવાતો જે, સદા રાખીશ તેને સમૃદ્ધ,
થઈ જાઉં ભલે હું ખુવાર, મારા વતનને મિરાત રાખું છું,
હું આફતને અવસરમાં, બદલવાની તાકાત રાખું છું,
દારૂ નશો ને વ્યભિચારનાં, ગોરંભાયા છે વાદળો અહીં,
મારા વતનને બચાવવા કાજ, સંસ્કૃતિ હયાત રાખું છું,
જર જોરૂ ને જોબન વચ્ચે, અટવાયેલો ન સમજો મને,
વિવેકાનંદનો રાહબર છું, એટલે જ ખુદને સુજાત રાખું છું,
હું આફતને અવસરમાં, બદલવાની તાકાત રાખું છું.
