વિસરી ગઈ
વિસરી ગઈ
જેવી ભળી એવી એનામાં આજ ઓગળી ગઈ,
વેદનાઓ વેઠી હતી માર્ગમાં એ આજ વીસરી ગઈ.
ડેમમાં બંધાઈ, રોકાઈ ને શ્વાસ થંભી ગયો હતો,
સાગરમાં નદી ભળતાં જ દુ:ખ દર્દો આજ વીસરી ગઈ.
કઈ કેટલાએ અવરોધોએ એનો દમ તોડ્યો હતો,
તોય લડતા લડતા સાગરમાં ભળી અવરોધો વીસરી ગઈ.
આશા ક્યારેય ઠગારી નથી એવો વિશ્વાસ હતો,
એની પૂર્ણતા થતાંજ ભાન ભૂલી નિરાશા વીસરી ગઈ.
મીઠી નદી તોય ખારા સાગરને દિલમાં ભર્યો હતો,
વિરુદ્ધ સ્વભાવને પણ ઓગાળી ખારાશ વીસરી ગઈ.
ચંચળ, ઉછળતી કૂદતી નિજ ઘરેથી નીકળી ગઈ,
ને સાગરમાં ભળતાં જ નદી એની એ સ્વતંત્રતા વિસરી ગઈ.
