STORYMIRROR

Ashok Makhech

Tragedy

3  

Ashok Makhech

Tragedy

વિરહમાં મિલન

વિરહમાં મિલન

1 min
13.9K


તું અહીં પણ છે ને

તું ત્યાં પણ છે

તું મારા હૃદય મહીં છે ને

તું મારાથી દૂર પણ છે

શું નામ આપું આ અહેસાસને?

વિરહ પણ છે અને મિલન પણ છે!

તું દૂર પણ છે ને

તું સમીપ પણ છે

તું ત્યાં પણ છે ને

તું અહીં પણ છે

શું નામ આપું આ વેદનાને?

વિરહ પણ છે અને મિલન પણ છે!

આમ ભલેને હોઈએ આપણે

એકમેકથી દૂર

દિલની ગહેરાઈમાં તો હોઈએ આપણે

એકમેકમાં વ્યકત

શું નામ આપું આ સંવેદનાને?

વિરહમાં જ મિલન છે આપણુ ઓ જીવનસાથી...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy