STORYMIRROR

Ashok Makhech

Romance

3  

Ashok Makhech

Romance

મૈત્રી મારા જીવનસાથીની

મૈત્રી મારા જીવનસાથીની

1 min
13.9K


મૈત્રી મારા જીવનસાથીની

તારી ને મારી મૈત્રી છે નિરાળી

દુનિયાના દુન્યવી સંબંધોથી છે રૂપાળી

જીવનસાથી ઓ જીવનસાથી...

વાણીની સરવાણી તો વહેશે સદાય

આપને સમજીએ એકમેકના મૌનને

સાથી મૈત્રીનો એ જ તો છે પર્યાય

જીવનસાથી ઓ જીવનસાથી...

ક્યારેક ઝગડીને રિસાઈએ એકમેકથી

આપણે માણીએ એકમેકના પ્રેમને

જીવનનો એ જ તો છે લહાવો

જીવનસાથી ઓ જીવનસાથી...

મુશ્કેલીઓ-તોફાનો તો સર્જાશે સફરમાં

આપણે પાર ઉતરીએ એમ એકમેકના સ્નેહમાં

જીવનસફરનો એ જ તો છે આરો

જીવનસાથી ઓ જીવનસાથી...


Rate this content
Log in

Similar gujarati poem from Romance