Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

વીતેલું વર્ષ

વીતેલું વર્ષ

1 min
177


આ સમયનો ભમરો જોને ઊડી ગયો

એક બાગે થઈ બીજા બાગે જઈ બેઠો,


મિનિટો ને કલાકમાં કલાક ને દિવસમાં દિવસ ને મહિનાઓમાં

અને મહિનાઓને વરસમાં પરિવર્તિત કરી ગયું,


આ વીતેલું વરસ

થોડાક આંસુ

થોડીક ખુશી

થોડો ગમ

થોડી હસી

થોડા અધૂરા સપનાનું દર્દ

તો થોડીક પૂર્ણ થયેલા ખ્વાબની ખુશી,

કઈ કેટલીય યાદો માધુરી

તો કઈ કેટલાય કડવા સંસ્મરણો દેતું ગયું,


આ વીતેલું વર્ષ

સમયનો ઉંદર કાતરી ગયો પુરા વર્ષ ને

ક્યારેક સ્થિર થયો સમય

તો ક્યારેક જલ્દી પસાર થઈ ગયો

સમય ઘણું બધું શીખવાડતો ગયો,


આ જિંદગીના વૃક્ષમાંથી ઓછી થઈ એક ડાળી

હેરાન છે માળી

વીતેલું વરસ કહેતું ગયું કાનમાં

તમે સમજી જાવ સાનમાં

સુખનો કરો સરવાળો

દુઃખની કરો બાદબાકી

ખુશીનો કરો ગુણાકાર,


વીતેલું વરસ સમયનું ગણિત અને સરવૈયું શીખવતું ગયું

વીતેલું વર્ષ નવા વરસ ને ભલામણ કરતું ગયું,


સદા સર્વદા સૌને સુખી રાખજે

સૌના ચહેરા પર હોય મુસ્કાન

હૈયે હેતની હેલી

અને ખુશીઓથી ભરી રહે સદા બધાની ઝોલી,


વેરઝેર હું લઈ જાવ સાથે

મહોબત રાખ તારી સાથે

રહે સદા દેશ આબાદ

રહે દેશવાસી આબાદ

આવું સોંપ્યુ છું તને કામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational