વિધાર્થીનો આપઘાત
વિધાર્થીનો આપઘાત
રોજ બરોજ વધે કિસ્સાઓ આપઘાતના,
ભણતરના ભારે દબાતા વિધાર્થીઓ.
આપઘાત કરવો સહેલો નથી,
પણ, એ વિકલ્પ ખરો પણ નથી,
જિંદગીથી હારવું, છે કાયરની નિશાની,
હાથપગ સલામત ને કોમ્પ્યુટર મગજ,
બસ તો ચણી લે હિંમતનો ડુંગર.
ખુદની કાબેલિયત પર કર વિશ્વાસ,
ક્ષમતા વધારી દે સંઘર્ષની,
વિકસાવ હજુ ખુદની સહનશક્તિ.
લડતા શીખ ભ્રષ્ટાચાર વિરોધ,
પરીક્ષાના છબરડાને કર નજર અંદાજ,
લડી લે હિંમતથી ને આપી દે પરીક્ષા.
શીખ્યો તું જન્મથી જ પડીને ઉભો થતા,
તો થા ઉભો ને માંડ ડગ સફળતાના.
દરેક ડગલે દેખાશે બેઈમાની,
બદલી તો નહીં શકીએ શિક્ષણપદ્ધતિ,
પણ, વિચારો બદલી આગળ વધીએ.
