વિદાયટાણું
વિદાયટાણું
આવ્યું હશે દીકરીનું વિદાય ટાણું.
થયું હશે પિતાનું એ સમે મોં કટાણું.
જોઈ સુતાને પતિગૃહે સંચરતીને,
કેમ વીત્યું હશે એનાં વર્ષોનું વહાણું.
ક્યો કવિ આલેખે મનોભાવ એના?
એની ઉરવેદનાથી હરકોઈ અજાણું.
હૈયાવલોણું એનું ચાલતું હશે કેવું!
વસમી વિયોગ વેદના કેમ પિછાણું?
રડતા હૃદયે શબ્દો સૂનાં ભારેખમ દેહે,
ના નયનમાંથી એકેય અશ્રુ સૂકાણું !
