વિદાય
વિદાય
આજ અણધારો હું ઊભો છું તારી વિદાયમાં,
સળગતી ઉરે વેદના છૂપાવતો તારી વિદાયમાં,
હજી તો હમણાં જ મારા સામે બોલતી કાલુઘેલું,
રાખ્યો હૈયે પથ્થર સમસમતો ઊભો તારી વિદાયમાં,
નાની મોટી વાતોમાં ઝગડતો હું તારા સંગાથે,
આજ તારા મુખે મારી વ્યથા છૂપાવતો તારી વિદાયમાં,
જતાવ્યું તે શૈશવ મારે સાથ રમી-પડીને,
દેખાય છે મૌન આજે બધે ખૂણે તો તારી વિદાયમાં,
હરખ ગયો 'ને થયો મનમાં ખાલીખમ સાવ,
અંતરમાં હારી ગયો તો આજે તારી વિદાયમાં.
