STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

વિચાર

વિચાર

1 min
249

પ્રગતિ કે પતનના મૂળમાં,

રહેલા હોય છે વિચાર આપણા,

ઉન્નતિ કે અવનતિના મૂળમાં,

રહેલા હોય છે વિચાર આપણા.


અન્ન થકી જ મનનું નિર્માણ થાય છે ,

આખરે મનુજ જીવનમાં, 

સદાચારના રસ્તે પંથ કાપનારના,

વખણાય છે વિચાર આપણા.


સદાચાર કે સુમતિ એ જ,

ખરી સંપત્તિ છે માનવમન તણી,

કુમાર્ગે ગતિ કરતાં સદૈવ લોકોથી,

વખોડાય છે વિચાર આપણા.


વિચાર આજનો જે છે તે,

આવતીકાલનું કર્મ જ હોઈ શકે,

સાત્વિક આહાર થકીજ,

દિમાગે જળવાય છે વિચાર આપણા.


રામ કે રાવણ વ્યક્તિ કરતાં,

વૃત્તિ હજુયે શ્વસે છે સમાજમાં, 

વર્તનની બુનિયાદે વ્યક્તિ કે,

વૃત્તિના મૂલવાય છે વિચાર આપણા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational