STORYMIRROR

Niranjan Mehta

Romance

3  

Niranjan Mehta

Romance

વેલેન્ટાઇન ડે

વેલેન્ટાઇન ડે

1 min
579


“કહે તો ચલાવું પંખો,

ને કહે તો કરું એ. સી.

કોઈ તો હશે ઉપાય,

કરવા ઓછી તારી ગરમી “

 

“ન થાય તે એમ ઓછી,

કારણ ભૂલ નથી નાની.

ન માફી સહેલી તેની,

દંડ પણ ભારે, હે સ્વામી!”

 

 

“ન જાણું, શું મારી ભૂલ?

મારી નાસમજ છે, કબૂલ.

જણાવીશ જો તે મુજને,

કાઢીશ તેનો તુરંત હલ.”

 

“ભૂલ્યા તમે મારો બર્થ ડે,

ભૂલ્યા તમે વેલેન્ટાઇન ડે,

નાં વિશ, ગીફ્ટ કે કિસ,

કેમ ન આવે મને રીસ?”

 

“સોરી, કર માફ વહાલી,

શું છે આ ભૂલનો દંડ?”

“સાંભળી દંડ, થશે વાંકી કેડ,

નવલખ હાર છે તેનો દંડ.”

 

“ભૂલ નાની, દંડ છે મોટો,

બતાવ નાય કોઈ રસ્તો.

નાં પોસાય હીરાનો હાર,

માંગ અન્ય કોઈ ઉપહાર.”

 

“જાણું ના પોસાય નવલખ હાર,

ના માંગું અન્ય કોઈ ઉપહાર,

કહો, થશે ના આ ભૂલ ફરીથી,

કરું માફ તમને દિલથી.“


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance