Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Niranjan Mehta

Romance

3  

Niranjan Mehta

Romance

તારા નયનો

તારા નયનો

1 min
14.1K


ઊઘડે નયનો તારા, થાય સવાર,

થતાં જ તે બંધ, થાય સાંજ.

જાદુ આ તારા નશીલા નયનોનો,

કરે મુજને રાત દિવસ દિવાનો.

થાય, ચૂમું નયનો, પીઉં અશ્રુઓ,

જોઈ દિનરાત રાહ તે પળની,

ક્યારે થાય કૃપા, બનું બડભાગી,

પણ મળી ન તક કે ન તે અમૃત.

માણી હતી સપનામાં જે સુખદ પળો,

ઝંખું થાય તે હકીકત, તે થાય સાકાર.

પામું જો તે તક, ને ચૂમું તુજ નયનોને;

અહો, કેવું અહોભાગ્ય! જીવનસંધ્યાએ!


Rate this content
Log in