વેદના વિરહની
વેદના વિરહની
ના કાગળમાં લખી શકાય વેદના વિરહની.
ના કલમે આલેખી શકાય વેદના વિરહની.
દિવસો જુદાઈના પસાર કરવા આકરા ને,
ના કોઈથીય દેખી શકાય વેદના વિરહની.
ગતિ ઘાયલની અવરને કહેવાથી શું વળે ?
ઉરથી પણ ન સહી શકાય વેદના વિરહની.
હર ધબકારે એક જ યાદ બસ ધબકતી,
અશ્રુ થૈને ના વહી શકાય વેદના વિરહની.
ભાષા પણ જ્યાં હાર માની લેતી હંમેશાં,
ના સહી કે ના રહી શકાય વેદના વિરહની.
ભૂલાઇ જાય દુનિયા આપણી જે હોય તે,
કેમેય કરી ના શમી જાય વેદના વિરહની.
હોય ઉત્પાત અંતરે ઝાઝો દઝાડનારો જે,
આપ્તજનને ના કહી જાય વેદના વિરહની.

